ટીમ ભલે હારી પણ વિરાટ બન્યો હીરો, સચિન સાથે લિસ્ટમાં સામેલ

માર્ટિન ક્રોએ 1992 WCમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીત્યો હતો.

તેણે 9 ઇનિંગ્સમાં 456 રન બનાવીને ન્યૂઝીલેન્ડને સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું.

આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરનું નામ પણ છે.

ક્લુઝનરે 1999 WCમાં 221 રન અને 17 વિકેટ લીધી હતી.

આફ્રિકન ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી પરંતુ ક્લુઝનરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે જે 2003 WCમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો.

ભારતને 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેન વિલિયમસનને 2019માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

 ન્યૂઝીલેન્ડને ત્યારે ફાઇનલમાં ઇંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.