ભારતનો સૌથી મોટો FPO થશે લોન્ચ, 10 રૂપિયા ફ્લોર પ્રાઈસ

રોકાણકારો IPOની જેમ FPOમાં પણ રૂપિયા લગાવી શકે છે. 

વોડાફોન આઈડિયા તરફથી એક્સચેન્જ પર આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, એફપીઓ 18 એપ્રિલના રોજ ખુલવા જઈ રહ્યો છે.

લિસ્ટેડ કંપની રકમ એકત્રિત કરવા માટે FPO દ્વારા સેકન્ડરી માર્કેટમાં નવા શેર બહાર પાડે છે. કંપનીએ ઓફર દ્વારા 18,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપની FPOનો પ્રાઈસ બેન્ડ નક્કી કરે છે અને બહાર પાડવામાં આવતા શેરોની સંખ્યા જણાવે છે. 

FPO એક નિશ્ચિત સમયમર્યાદા માટે જ હોય છે. FPOમાં શેર પ્રાપ્ત કર્યા પછી, આ શેરનું ખરીદી અને વેચાણ નિશ્ચિત તારીખથી શરૂ થાય છે.

વોડાફોન આઈડિયાના શેરમાં એક્શન જોવા મળી શકે છે. કંપનીએ શુક્રવાર સવારે શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, કંપનીનો FPO આગામી સપ્તાહમાં ખુલશે.

FPO માટે ફ્લોર પ્રાઈસ 10 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. FPO માટે કેપ પ્રાઈશ 11 રૂપિયા પ્રતિ શેર છે. FPOના એક લોટની સાઈઝ 1,298 શેર રાખવામાં આવી છે.

કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, એફપીઓ 18 એપ્રિલના રોજ ખુલશે અને 22 એપ્રિલના રોજ બંધ થઈ જશે. જ્યારે આ ઓફર એન્કર રોકાણકારો માટે 16 એપ્રિલના રોજ ખુલશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.