1 શેરના બદલામાં મળશે 10 બોનસ શેર, કંપનીની જાહેરાતે ધૂમ મચાવી

VST ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેરધારકો માટે દરેક 1 શેર પર 10 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે.

કંપનીના શેર જાણીતા રોકાણકાર રાધાકૃષ્ણ દામાણીના પોર્ટફોલયોમાં સામેલ છે. કંપનીએ હાલમાં જ ક્વાટર પરિણામોની જાહેરાત કરી છે. એવું પહેલીવાર છે, જ્યારે કંપની બોનસ શેર આપી રહી છે.

VST ઈન્ડસ્ટ્રીઝે બોનસ સેર માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 30 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપની વર્ષ 2020થી શેરધારકોને 100 રૂપિયા પ્રતિ શેરથી વધારે ડિવિડન્ડ આપી રહી છે, જ્યારે 2012માં તેણે શેરધારકોને 50 રૂપિયાથી વધારે ડિવિડન્ડની ચૂકવણી કરી હતી.

જૂન 2024માં સમાપ્ત ક્વાટરમાં કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે,, જો કે વાર્ષિક આધાર પર નફો 83.7 કરોડ રૂપિયાથી ઘટને 53.5 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. 

જૂનમાં કંપનીનો EBITDA વાર્ષિક દરે 105.4 કરોડ રૂપિયાથી ઘટીને 73.3 રૂપિયા પર આવી ગયો છે, જ્યારે EBITDA માર્જિન 31.6 ટકાથી ઘટીને 22.8 ટકા પર આવી ગયો છે. 

VST ઈન્ડસ્ટ્રીઝના શેર 25 જુલાઈના રોજ 3.05 ટકાની તેજીની સાથે 3,995.95 રૂપિયા પર બંધ થયા હતા. ગત એક વર્ષમાં કંપનીના શેરમાં 8.57 ટકાનો વધારો જોવા મળ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.