સોલર પાવર કંપની વારી રિન્યૂએબલ ટેકનોલોજીના શેરોમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. શેર આજે 5 ટકાના અપર સર્કિટની સાથે 6,433.35 રૂપિયા પર પહોંચી ગયા છે.
વારી રિન્યુએબલના શેરોમાં આ ઉછાળો એક મોટો ઓર્ડર મળવાના કારણે આવ્યો છે. કંપનીને 1,401 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.
કંપનીએ જણાવ્યું કે, 300 મેગાવોટ એસી કેપેસિટીના ISTS કનેક્ટેડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પીવી પ્રોજેક્ટના એન્જિનિયરિંગ, પ્રેક્યોરમેન્ટ એન્ડ કન્સટ્રક્શન વર્ક માટે લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.