દર મહિને 5000 રૂપિયાનું પેન્શન જોઈએ છે?

હાલમાં જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લોન્ચ કરી છે, જેનું નામ યૂનિફાઈડ પેન્શન સ્કીમ છે. 

કેન્દ્રીય કર્મચારીઓ પાસે હવે વિકલ્પ છે કે, તેઓ ઈચ્છે તો નેશનલ પેન્શન સ્કીમમાં રહી શકે છે કે પછી ગેરેન્ટીડ પેન્સનવાળી નવી સ્કીમ યૂપીએસને પસંદ કરી શકે છે. 

હવે સવાલ એ ઊભો થાય છે કે, દેશમાં પ્રાઈવેટ કર્મચારી કે અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ છે, તેમના માટે કઈ પેન્શન સ્કીમ છે, આવા લોકો માટે EPS-95 હેઠળ પેન્શન, NPS, અટલ પેન્શન યોજના વગેરે વિકલ્પ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

વર્ષ 2015માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના એક મહત્વપૂર્ણ પેન્શન સ્કીમ છે. 

ઓછી આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવેલી આ સ્કીમમાં નિયમિત રૂપથી સામાન્ય રોકાણ પણ રિટાયરમેન્ટ બાદ માસિક પેન્શન અપાવી શકે છે.

અટલ પેન્શન યોજના હેઠળ જો તમે 18 વર્ષની ઉંમરથી દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર બાદ જીવન ભર તમને 5000 રૂપિયા અને વાર્ષિક 60,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે. 

જો તમે 1000 રૂપિયાનું માસિક પેન્શન ઈચ્છો છો અને 18 વર્ષ પછી રોકાણ શરૂ કરો છો, તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા અટલ પેન્શન યોજનાનું સંચાલન કરવામાં આવે છે. સરકારી સ્કીમ હોવાના કારણે આમાં રૂપિયાની સુરક્ષા પણ રહે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.