50 લાખનું ઘર 27 લાખમાં ખરીદવું છે?

દરેક મિડલ ક્લાસના વ્યક્તિનું એક સપનું હોય છે કે, તે એક દિવસ પોતાનું ઘર ખરીદે. પરંતુ આ સપનું પૂરુ કરવાના ચક્કરમાં ઘણા બધા મિડલ ક્લાસ લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. 

 ઘર ખરીદવામાં 80-85 ટકા લોકોને હોમ લોન લેવી પડે છે, ત્યારબાદ દર મહિને તેમના પગારમાંથી એક મોટો હિસ્સે ઈએમઆઈના રૂપમાં કપાઈ જાય છે. 

હવે સવાલ તે છે કે, આખરે ઘરની કિંમત કેવી રીતે વસૂલવામાં આવે? શું ઘર ખરીદવાની જગ્યાએ ભાડા પર રહેવું યોગ્ય કહેવાય? ઘરની કિંમત વસૂલવામાં તમારી મદદ કરશે SIP.

MORE  NEWS...

હીટર અને ગીઝરના જમાના ગયા! હવે 999 રૂપિયામાં નીકળી જશે આખો શિયાળો

હવે ખેડૂતો ઉગાડી શકશે 5-5 ફૂટ લાંબી દૂધી; જાણો કેવી રીતે કરવામાં આવે છે તેની ખેતી?

સ્ટિયરિંગ નથી હોતું તો કેવી રીતે ચાલે છે ટ્રેન? કોના હાથમાં હોય છે તમારો જીવ?

તમે 50 લાખ રૂપિયાનું ઘર ખરીદવા માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે તો 8.5 ટકાના દરથી તમારે દર મહિને 34,713 રૂપિયાની ઈએમઆઈ 20 વર્ષ સુધી ચૂકવવી પડશે. 

એવામાં તમારે 40 લાખ રૂપિયાની લોન પર 43,31,103 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે, કુલ મળીને તમારે 83,31,103 રૂપિયા ચૂકવવા પડશે.

હવે સવાલ ઊભો થાય છે કે, આખરે દર મહિને કેટલા રૂપિયા એસઆઈપીમાં નાખશો જેથી ઘરની કિંમત વસૂલ થઈ જાય?

તમારી EMI હજુ સુધી 34,713 રૂપિયા બની રહી, તો તેના લગભગ 25 ટકા એટલે કે 8,678 રૂપિયા દર મહિને એસઆઈપીમાં નાખી શકો છો. તેના પર સરેરાશ 12 ટકા વ્યાજ મળી શકે છે.

આ રીતે 20 વર્ષમાં તમારું કુલ રોકાણ 20,82,480 રૂપિયા થશે, જેના પર તમને 65,87,126 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે તમારું કુલ કોપર્સ 86,69,606 રૂપિયા થઈ જશે.

જો તમે હોમ લોનની સાથે એસઆઈપી શરૂ કરો છો, તો 20 વર્ષ સુધી દર મહિને 34,713 રૂપિયાની ઈએમઆઈ આપીને લગભગ 83,31,103 રૂપિયાની ચૂકવણી કરશો. 

 જ્યારે 20 વર્ષમાં દર મહિને 8678 રૂપિયા આપીને કુલ 20,82,480 રૂપિયાની વધારાની ચૂકવણી કરશો. આ રીતે વધારાની ચૂકવણીથી તમારો જે કોર્પસ (86,69,606) રૂપિયા બનશે, જે તમારી હોમ લોનથી વધારે થશે.

 તમે હોમ લોન લઈને 20 વર્ષમાં કુલ 83,31,103 રૂપિયાની ચૂકવણી કરી. જ્યારે એસઆઈપી દ્વારા 20,82,480 રૂપિયાનું રોકાણ કર્યું, એટલે કે તમારું રોકાણ કુલ 1.04 કરોડ રૂપિયા થઈ ગયું. 

SIPથી તમારો કુલ કોર્પસ બની જશે 86,69,606 રૂપિયા. આ રીતે તમે ઘરની અસરકારક કિંમત 17,43,977 રૂપિયા પડશે. જ્યારે 10 લાખ રૂપિયા તમારા પોતાના ખર્ચ કરવામાં આવ્યા છે. હોમ લોન અને એસઆઈપી એકસાથે કરો તો, 50 લાખ રૂપિયાનું ઘર તમને 27.43 લાખ રૂપિયામાં મળશે. 

MORE  NEWS...

બીરબલના દિમાગમાંથી નીકળી હોય તેવી યુક્તિ! જાણી લેશો તો 50 લાખ રૂપિયાનું ઘર માત્ર 27 લાખમાં મળી જશે

આ તો ચિરાગમાંથી નીકળેલા જીન જેવી ખેતી, 1 વીઘામાં દર પાંચમાં દિવસે થશે 10,000 રૂપિયાની કમાણી

ખિસ્સામાં માત્ર રૂ.300 લઈને નીકળેલી છોકરીએ ઊભો કરી દીધો 100 કરોડનો કારોબાર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.