વેટ લોસનો નંબર 1 ફોર્મ્યુલા! સ્થૂળ શરીરની થઇ જશે કાયાપલટ

પપૈયાને સ્વાસ્થ્યનો ખજાનો કહેવામાં આવે છે. તે ઘણા પોષક તત્વોનો ભંડાર છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ દરરોજ પપૈયું ખાવાની સલાહ આપે છે

પપૈયુ

પરંતુ શું તમે જાણો છો, કાચા પપૈયા ખાવાના ઘણા ફાયદા છે. જો તમે ઈચ્છો તો કાચા પપૈયાને બાફીને ખાઈ શકો છો અથવા તેને સલાડમાં સામેલ કરી શકો છો.

કાચા પપૈયાનું સલાડ

ડાયેટિશિયન અનુસાર, 'કાચા પપૈયામાં ઘણા પોષક તત્વો અને એન્ઝાઇમ જોવા મળે છે, જે પાચન માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

એક્સપર્ટનો અભિપ્રાય

સલાડ માટે કાચું પપૈયુંઃ આ સલાડ માટે 1 કપ કાચું પપૈયું લો. કાચા પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પાચન ઉત્સેચકો હોય છે, જે આંતરડા માટે ફાયદાકારક હોય છે.

કાચુ પપૈયુ લો

MORE  NEWS...

નેઇલ કટરની વચ્ચે 2 ચાકુ કેમ હોય છે? વાપરતા હશો તો પણ નહીં હોય ખબર

ખાલી 25 દિવસ મળે છે કારેલાનો ભાઇ કહેવાતી શાકભાજી, વરસાદમાં દવા જેવું કરે છે કામ

કેમિકલવાળા કલર છોડો! મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, સફેદ વાળથી મળશે છુટકારો

સલાડ માટે બીટરૂટ: આ સલાડ માટે 1 કપ બીટરૂટ લો. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે

બીટરૂટ

આ સલાડ માટે 1 કપ ગાજર લો. ગાજરમાં વિટામિન A સારી માત્રામાં હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે, તે ત્વચાને સ્વસ્થ બનાવે છે

ગાજર

આ સલાડ બનાવવા માટે છીણેલું કાચુ પપૈયુ, ગાજર અને બીટરૂટને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં મીઠા લીમડાના પાન, લીલાં મરચાં અને રાઇનો વઘાર ઉમેરો. આ પછી તેમાં મીઠું અને કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.

આ રીતે બનાવો પપૈયાનું સલાડ

આ સલાડ આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. મેટાબોલિઝમ અને પાચન પણ સુધરે છે

સલાડના ફાયદા

જો તમે વજન ઘટાડવાની પ્રક્રિયામાં છો અને લંચ કે ડિનર માટે કોઈ હેલ્ધી અને ટેસ્ટી વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે કાચા પપૈયાનું સલાડ અજમાવી શકો છો. આ ખાવાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

હેલ્ધી અને ટેસ્ટી

MORE  NEWS...

રોજ પલાળીને ખાવ આ શક્તિશાળી ડ્રાયફ્રૂટ, થાક-નબળાઇનું નામોનિશાન નહીં રહે

રક્ષાબંધન પર બહેનને આપો આ સૌથી હટકે ગિફ્ટ, જોતા જ ખુશીથી ઉછળી પડશે

વરસાદમાં કૂલર બરાબર કૂલિંગ નથી કરતું? આ જુગાડ કરો, આપશે AC જેવી ઠંડક

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)