દહીં સાથે આ વસ્તુ ભેળવીને ખાવ, સડસડાટ ઉતરશે વજન
આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતા અને શરીર પરની અનિચ્છનીય ચરબીથી પરેશાન છે.
આપણી રોજિંદી આદતો, ખાનપાનની ટેવો અને શરીરમાં હલનચલન ન કરવાની ઇચ્છા ચરબીના રૂપમાં દેખાય છે.
આપણે વજન તો ઓછું કરવા માંગીએ છીએ, પરંતુ તેના માટે કોઇ કષ્ટ લેવા નથી માંગતા.
તો આજે અમે આવા લોકો માટે એક વેઇટલોસ ટ્રિક આપવા જઇ રહ્યા છીએ.
કાળા મરીનો પાવડર અને સંચળને દહીંમાં મિક્સ કરીને તેનું સેવન કરવું.
એક વાટકી દહીંમાં કાળાનો મરી પાવડર અને સંચળ મિક્સ કરો.
સવારે, બપોરે અને રાત્રે જમવાના એક કલાક પહેલાં તેનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી ઝડપથી ઓછી થશે.
સંચળ અને શેકેલું જીરું ઉમેરીને પણ દહીં ખાઈ શકાય છે.
તે પેટની સમસ્યાઓ દૂર કરવાની સાથે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને ફેટ સેલ્સને ટાર્ગેટ કરે છે.
કાળા મરીમાં પિપેરિન હોય છે. જે મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે અને શરીરમાં ચરબીને સ્ટોર થતી અટકાવે છે.
મરી ગૂડ કોલેસ્ટ્રોલને પણ વધારે છે અને કેલેરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.
દહીં એક ઉત્તમ ફેટ બર્નર છે. તેમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે BMI સ્તરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
દહીં હાજર પ્રોબાયોટિક્સ પાચનતંત્રને હેલ્થી રાખે છે અને મેટાબોલિઝમ સુધારે છે, જેથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.
દહીં કેલ્શિયમનો એક રીચ સોર્સ છે અને આપણા BMIને નિયંત્રિત રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
તેથી તમારે ભોજનમાં દહીંને જરૂર સામેલ કરવું જોઇએ, જેથી તમે વધારે વજન ઘટાડી શકો.
વજન ઉતારવા માટે ડાયેટમાં સંચળ એક બેસ્ટ ઓપ્શન છે.
વજન ઉતારવા માટે ડાયેટમાં સંચળ એક બેસ્ટ ઓપ્શન છે.
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો