એક જ અઠવાડિયામાં 7 કિલો વજન ઘટશે, બસ આટલું કરો

એક જ અઠાડિયામાં 7 કિલો વજન ઘટાડવું એ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ આ શક્ય છે.

હેલ્ધી રીતે એક જ અઠવાડિયામાં 7 કિલો વજન ઘટાડવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

વજન ઘટાડવા માટે ડાયેટ સૌથી મહત્વપૂર્ણ છે.

વજન ઘટાડવા માટે ડાયેટમાં મોસમી ફળ, આખા અનાજ, પ્રોટીન સામેલ કરવા જોઇએ. બેલેન્સ્ડ ડાયેટનો અર્થ જંક ફૂડથી દૂર રહો.

વજન ઘટાડવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. જાણો કેવી રીતે.

પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.

પ્રભાવી રૂપે વજન ઘટાડવા માટે નિયમિત વ્યાયામને મહત્વ આપો. અઠવાડિયામાં 5 દિવસ ઓછામાં ઓછા 30 મિનિટ એક્સરસાઇઝ કરો.

વજન ઘટાડવા માટે શરીરને આરામ આપવો પણ તેટલો જ જરૂરી છે. ઉંઘની ઉણપથી શરીર ઘ્રેલિન નામનો હોર્મોન પેદા કરે છે.

આ હોર્મોન ભૂખ વધારે છે, જેથી તમે ભૂખ વિના પણ ખાતા રહેશો. દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લો.

એક અઠવાડિયામાં વજન ઘટાડવું હોય તો તણાવથી બચો. તણાવના કારણે ખાનપાન વધે છે અને વજન પણ વધે છે.

યોગ, ધ્યાન કે અન્ય કોઇ શારીરિક પ્રવૃતિ વાળી રીત શોધો જેથી વજન ઘટી શકે.

વજન ઘટાડવા માટે સવારના નાસ્તાથી લઇને રાતના ભોજન સુધી ત્રણેય મીલ્સના નિયમનું પાલન કરો જેમાં ડિનર સૌથી હળવું અને સૂરજ ડૂબે તે પહેલાં કરવું.

જલ્દી વજન ઘટાડવાની સૌથી સ્વસ્થ અને પ્રભાવી રીત ઇંટરમિટેંટ ફાસ્ટિંગ છે. પરંતુ તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

જો તમે આ ટિપ્સ પર વિચાર કરો છો તો સ્વસ્થ રીતે એક અઠવાડિયામાં વજન ઘટાડી શકો છો. પરંતુ તે વાત યાદ રાખો કે દરેક વ્યક્તિ અલગ છે.

તેથી જો એક વ્યક્તિ માટે સાચુ છે તે બીજા વ્યક્તિ માટે પણ હોય તે જરૂરી નથી. તેથી કોઇ શંકાની સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.