પાણીની ટાંકી બનાવતી કંપનીને મળ્યો 2000 કરોડનો ઓર્ડર, શેર ખરીદવા લૂંટ મચાઈ

વેલ્સપન કોર્પને ભારત અને અમેરિકામાં કુલ 2,039 કરોડ રૂપિયાનો ઓર્ડર મળવાની જાણકારી સામે આવી છે. 

ઓર્ડરની ખબર જાહેર થતા જ જબરદસ્ત ખરીદીના દમ પર કંપનીના શેર તેજીની સાથે 544.50 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા હતા. 

વેલ્સપન કોર્પને ભારત અને અમેરિકામાં કુલ 2,039 કરોડ રૂપિયાનો ઓર્ડર મળવાની જાણકારી સામે આવી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેને ભારત અને અમેરિકા બંને જગ્યાએ 2,039 કરોડની પાઈપ લાઈનનો ઓર્ડર મળ્યો છે. 

કંપનીના મુખ્ય નાણા અધિકારી પર્સી બર્ડીએ કહ્યું કે, વેલસ્પન નાણાકીય વર્ષ 2024માં રેવન્યૂમાં લગભગ 15,000 કરોડના ગાઈડન્સ અને 1500 કરોડના EBITDA પાર કરવાની રાહ પર છે. 

વેલસ્પન કોર્પ સ્ટીલ પાઈન, ટ્યૂબ અને બાર બનાવે છે. જાન્યુઆરીમાં તેની સહયોદી કંપની ઈન્ટ પાઈપ્સ ઈન્ટીગ્રેટેડ કંપની ફોર ઈન્ડસ્ટ્રીને સાઉદી અરેબિયામાં 3,000 કરોડનો ઓર્ડર મળ્યો હતો. 

વેલસ્પન કોર્પે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, ઓર્ડર 39 મહિનામાં પૂરો થઈ જશે.

કંપનીના અનુસાર, આ કોન્ટ્રાક્ટની નાણાકીય અસર નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાટરથી નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાટર સુધી દેખાશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.