HDFC બેંકનું માનીએ તો સેવિંગ અને સેલેરી બંનેને ઈન્સ્ટા એકાઉન્ટ તરીકે ખોલવામાં આવે છે. જો તમે ઈન્સ્ટા સેવિંગ એકાઉન્ટ ખોલો છો, તો બેલેન્સ રાખ્યા વગર 1 વર્ષ સુધી સેવિંગ એકાઉન્ટની જેમ ઉપયોગ કરી શકો છો.
ખાસ વાત તો એ છે કે, સેલેરી એકાઉન્ટમાં ત્રણ મહિના સુધી પગાર જમા નથી થતો તો તેને સેવિંગ એકાઉન્ટમાં બદલી દેવામાં આવે છે.
જો તમે ઈચ્છો તો બેંકને આવેદનપત્ર આપીને ફરીથી સેવિંગ એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં બદલી શકો છો.
પરંતુ બેંક સેવિંગ એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં ત્યારે જ બદલવાની પરમીશન આપશે જ્યારે તમે નોકરી બદલશો.