ખેડૂતો ફરી રસ્તા પર ઉતર્યા છે, પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP પર કાયદાકીય ગેરંટી માંગીને દિલ્હીની અલગ-અલગ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
સરકારે દરખાસ્ત કરી હતી કે કઠોળ, મકાઈ અને કપાસ પાંચ વર્ષ માટે MSP પર ખરીદવામાં આવશે. પરંતુ ખેડૂતોએ તેનો અસ્વીકાર કર્યો હતો.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે MSP પર કાયદાકીય ગેરંટીથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી. દરમિયાન, લોકો સર્ચ એન્જિન ગૂગલ પર MSP વિશે સર્ચ કરી રહ્યાં છે. ચાલો જાણીએ MSP શું છે?
MSPએ ન્યૂનતમ દર છે જેના પર સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ સુનિશ્ચિત કરે છે કે બજારની વધઘટ વચ્ચે ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ મળે
અત્યારે આ એક પોલીસી છે, કાયદો નથી. એટલે કે સરકાર જ્યારે ઇચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે. એટલા માટે ખેડૂતો MSPની કાયદેસર ગેરંટી માંગી રહ્યા છે.
બીજું- મોટાભાગના ખેડૂતોના પાક MSP પર ખરીદવામાં આવતા નથી. ખેડૂતોએ તેમનો પાક MSP કરતા ઓછા ભાવે વેચવો પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને કોઈપણ કોર્ટમાં જઈને પોતાનો હક્ક માંગવાનો અધિકાર પણ નથી.
હાલમાં, સરકાર દ્વારા જે 23 પાકો માટે MSP નક્કી કરવામાં આવી છે તેમાં 7 અનાજ, 5 કઠોળ, 7 તેલીબિયાં અને 4 વ્યાપારી પાકો - શેરડી, કપાસ, કોપરા અને શણનો સમાવેશ થાય છે.
સરકાર દર વર્ષે આ પાક માટે MSP નક્કી કરે છે. કેન્દ્ર સરકારની એજન્સી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસ (CACP) MSPની ભલામણ કરે છે અને તે પછી MSP નક્કી કરવામાં આવે છે.
1960ના દાયકામાં જ્યારે દેશમાં અનાજની ભારે કટોકટી હતી, ત્યારે MSP સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. ડાંગર પર પ્રથમ એમએસપી 1964-65માં આપવામાં આવી હતી. MSP 1960માં લાગુ કરવામાં આવી હતી
ત્યારબાદ એક ક્વિન્ટલ ડાંગર પર 39 રૂપિયા સુધીની MSP નક્કી કરવામાં આવી હતી. ઘઉં પર 1966-67થી MSP આપવામાં આવે છે