45ની ઉંમર પહેલા પીરિયડ્સ બંધ થવા મેડિકલ ટર્મમાં પ્રીમેચ્યોર મેનોપોઝ કહેવાય છે. આશરે 12 ટકા મહિલાઓને 45 વર્ષની ઉંમર પહેલા મેનેપોઝનો અનુભવ થાય છે.
એક મહિલાના પ્રજનન સ્વાસ્થ્ય માટે યોગ્ય એક્ટ્રોજના સ્તરને જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ છે.
તેમાં ઘટાડો થવાથી અનિયમિત માસિક ધર્મ અને પ્રજનન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. આ કારણે પ્રીમેચ્યોર મેનોપોઝ થઇ શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, 45થી 50 વર્ષની વચ્ચે મહિલાઓમાં મેનોપોઝની પ્રોસેસ શરૂ થાય છે. આજકાલના સમયમાં 40 વર્ષ બાદ પણ મનોપોઝ થઇ રહ્યું છે.
મેનોપોઝના લક્ષણોની વાત કરીએ તો રાતે પરસેવો વળવો, મૂડ સ્વિંગ, ચિડિયાપણુ, સ્ટ્રેસ, હોટ ફ્લશેસ સામાન્ય લક્ષણ છે, જે લગભગ દરેક મહિલામાં જોવા મળે છે.
મેનોપોઝની અસર મહિલાઓની મેન્ટલ હેલ્થ પર પણ પડે છે. તેના કારણે ઘણીવાર 45-50ની ઉંમરમાં હોર્મોનલ બદલાવોના કારણે મહિલાઓ સ્ટ્રેસમાં રહે છે અને ચીડિયાપણુ અનુભવે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર, 12થી 13 વર્ષની ઉંમર વચ્ચે પીરિયડ્સ શરૂ થઇ જાય છે. તેને જ ફર્સ્ટ પીરિયડની હેલ્ધી એજ માનવામાં આવે છે.
MORE
NEWS...
મેટલનું કે પ્લાસ્ટિકનું? કયું કૂલર વધારે ઠંડી હવા આપે, જાણી લો ફાયદામાં રહેશો
અથાણું આખું વર્ષ તાજું રહેશે! બરણીમાં ભરતા પહેલા કરો આ કામ, ફૂગ પણ નહીં વળે
ગંદી અને ચીકણી પાણીની ટાંકી આ સફેદ વસ્તુથી કરો સાફ, જરાંય વાસ પણ નહીં આવે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)