બ્રા પહેરવાની સાચી ઉંમર કઇ?

ટીનએજ ગર્લ્સના શરીરમાં ઘણા પ્રકારના બદલાવ આવે છે. જેમ કે બ્રેસ્ટમાં ઉભાર આવવો. તેવામાં છોકરીઓ તે નથી જાણતી કે તેમણે ક્યારે બ્રા પહેરવાનું શરૂ કરવું જોઇએ.

આ ઉંમરે બ્રાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી હોય છે. ચાલો તમને જણાવીએ કે છોકરીઓએ પોતાની પહેલી બ્રા ક્યારે પહેરવી જોઇએ?

જ્યારે છોકરીના બ્રેસ્ટ વિકાસ પામે, જ્યારે એરોલામાં ઉભાર લાગે, જ્યારે પ્યૂબર્ટીના લક્ષણ દેખાય ત્યારે બ્રા પહેરવાની શરૂ કરવી જોઇએ.

જ્યારે છોકરીના બ્રેસ્ટ વિકાસ પામે, જ્યારે એરોલામાં ઉભાર લાગે, જ્યારે પ્યૂબર્ટીના લક્ષણ દેખાય ત્યારે બ્રા પહેરવાની શરૂ કરવી જોઇએ.

છોકરીએ 11થી 14 વર્ષની ઉંમરે જ પહેલી બ્રા પહેરવી જોઇએ. દરેક છોકરીના શરીરમાં અલગ-અલગ ઉંમરે બદલાવ દેખાય છે. તેથી માએ દીકરીના ફિઝિકલ ચેન્જીસ પર ધ્યાન આપવુ જોઇએ.

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

પહેલીવાર છોકરીને ટ્રેનિંગ બ્રા પહેરવાથી શરૂઆત કરવી જોઇએ. તે કોટન કપડાથી બનેલી હોય છે અને તેમાં કોઇ હૂક કે પેડ નથી હોતા. શરૂઆત એક સિંપલ બ્રાથી કરો, જે પહેરવામાં સરળ રહે.

ટીનએજ ગર્લ્સ માટે સ્પોર્ટ્સ બ્રા પણ સારો ઓપ્શન છે. તેનું જાડુ કાપડ અને પહોળી પટ્ટી સારો કમ્ફર્ટ આપે છે. છોકરીઓના શરૂઆતના સમયમાં તે ખૂબજ  ફાયદાકારક છે.

પોતાની પહેલી બ્રા ખરીદતી વખતે તમારે તે ધ્યાન આપવું જોઇએ કે તેનું ફેબ્રિક સોફ્ટ હોય, વધારે ટાઇટ કે લૂઝ ન હોય. તેની અસર તમારા બોડી શેપ પર પડે છે. ખોટી બ્રા તમારો બોડી શેપ ખરાબ કરી શકે છે. 

પેડેડ બ્રા કોઇ ખાસ એજ કે ખાસ શેપ માટે ડિઝાઇન નથી કરવામાં આવી. તેને કોઇપણ મહિલા ઉંમર, સાઇઝ અને આકારની ટેન્શન વિના પહેરી શકે છે. પરંતુ શરૂઆતમાં છોકરીઓ માટે તે સારી નથી.

ટ્રેનિંગ બ્રા ક્રોપ ટોપ જેવી જ દેખાય છે. તે કોટનની હોય છે. તેથી લાઇટવેટ હોય છે. તેમાં કપ્સ નથી હોતા અને ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે. તે ટીનએજ ગર્લ્સ માટે બેસ્ટ છે.

બ્રા પહેરવાની સાચી ઉંમર અને તેના ટાઇપ્સ તમને ખબર હોવી જોઇએ.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે