મેચ્યોરિટી પહેલા FD તોડાવવી હોય તો શું કરવું?

વર્ષોથી ફિક્સ ડિપોઝીટ પર લોકોનો વિશ્વાસ કાયમ છે. કારણ કે, એક નિશ્ચિત સમય પછી તમને આમાં ગેરેન્ટીડ વળતર મળે છે.

પરંતુ ઘણીવાર જરૂર પડવા પર લોકો એફડીને સમય પહેલા જ બંધ કરાવી દે છે. 

બેંક તમને પ્રી મેચ્યોર વિડ્રોલનો વિકલ્પ આપે છે. તમે એફડીના નક્કી સમય પહેલા તમારા રૂપિયા નીકાળી શકો છો.

પરંતુ તેના માટે દંડ ભરવો પડે છે. મેચ્યોરિટી પહેલા FD તોડાવવા પર તમને ઓછું વ્યાજ મળે છે.

સમય પહેલા એફડીથી રૂપિયા નીકાળવા પર બેંક દંડ વસૂલી શકે છે. જુદી-જુદી બેંકોમાં આ રેટ અલગ હોય છે. 

બેંક સામાન્ય રીતે તમારી પાસે 0.5 ટકાથી 1 ટકા સુધી દંડનો ચાર્જ વસૂલે છે. એટલે કે દંડ તમારા વ્યાજના રૂપિયામાંથી લેવામાં આવે છે.

જો તમે 5 લાખ રૂપિયા સુધીની FD કરાવો છો, તો તે એફડી મેચ્યોરિટી પહેલા તોડવા પર 0.50 ટકા પેનલ્ટી આપવી પડે છે. 

જો તમે FD સમય પહેલા તોડી નાખો છો, તો અસરકારક વ્યાજ દર તે રહેશે નહીં કે જેના પર તે ખોલવામાં આવી હતી.