માનતા પૂરી થયાં પછી આટલું જરૂર કરજો, નહીંતર નહીં મળે શુભ ફળ

લોકો પોતાની સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન પાસે માનતા માને છે. ઘણીવાર વ્યક્તિ માનતા પૂરી થયા બાદ કામ કરવાનું ભૂલી જાય છે. તે બાદ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ અનુસાર, જો તમે ભગવાન પાસે કોઇ માનતા માની છે તો તે પૂરી થયા બાદ કેટલાંક કામ કરવા જોઇએ. માનતા પૂરી થયા બાદ કાર્ય ન કરવાથી સમસ્યાઓ પેદા થાય છે.

એવી માન્યતા છે કે માનતા પૂરી થયા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઇએ. આવું ન કરવાથી માનતા અધૂરી માનવામાં આવે છે અને તેનું શુભ ફળ નથી મળતું.

માનતા પૂરી થયા બાદ ભગવાનનો આભાર માનવો જોઇએ. તેના માટે ભજન-કિર્તન કરાવવા જોઇએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

MORE  NEWS...

ચંદ્ર ગ્રહણ પહેલા શનિ થયાં ઉદય, આ રાશિઓનું ચમકશે ભાગ્ય તો આ લોકોનું વધશે ટેન્શન

હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, નોકરીમાં આવતી અડચણો થશે દૂર

જો તમે ભગવાન પાસે કોઇ માનતા માની છે અને તે પૂરી થઇ છે તો નારિયેળ જરૂર વધેરો. તેનો પ્રસાદ તરીકે વહેંચો. તેનાથી લાભ થશે.

માનતા પૂરી થયા બાદ 9 કન્યાઓને ભોજન કરાવો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા રહે છે.

જો તમારી માનતા પૂરી થઇ છે તો ગરીબોને યથાશક્તિ દાન કરો. તેનાથી જીવનમાં કોઇ વસ્તુની કમી નહીં રહે.

MORE  NEWS...

ચંદ્ર ગ્રહણ પહેલા શનિ થયાં ઉદય, આ રાશિઓનું ચમકશે ભાગ્ય તો આ લોકોનું વધશે ટેન્શન

હોલિકા દહનમાં પધરાવી દેજો આ વસ્તુ, નોકરીમાં આવતી અડચણો થશે દૂર