હવે જૂના સંસદ ભવનનું શું કરવામાં આવશે?

ભારતને નવું સંસદ ભવન મળી ગયું છે, પરંતુ એક સવાલ એ છે કે જૂના ભવનનું શું કરાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના સંસદ ભવનને વિદાય આપતી વખતે ભાવુ થઈ ગયા હતા.

ઇતિહાસની વાત કરીએ તો 1927માં બનેલું જૂનું સંસદ ભવન હવે 96 વર્ષનું થઈ ગયું છે.

આ બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઈન કરાયું હતું.

પ્રતિષ્ઠિત સંસદ ભવન સ્વતંત્રતાના સંઘર્ષનું સાક્ષી બનવાની સાથે દેશના ઉત્થાનના કામ કર્યા છે.

જૂની ઈમારતને ધ્વસ્ત કરવામાં નહીં આવે પરંતુ સંસદીય કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાશે. 

આ ભવન દેશના ઇતિહાસની સંરચના છે, જેનું સંરક્ષણ કરાશે, તે દેશની ઐતિહાસિક સંપત્તિ છે. 

કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભાને જણાવ્યું કે હાલની ઈમારતનું રિપેરિંગ કામ કરાશે અને વૈકલ્પિક જરુરિયાતો માટે તેનો ઉપયોગ કરાશે. 

ઘણાં મીડિયા રિપોર્ટ્સ મુજબ ભવનની ઈમારતનો એક ભાગ સંગ્રહાલયમાં ફેરવવામાં આવશે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો