જાણો જીભ પર ક્યારે બિરાજમાન હોય છે માતા સરસ્વતી

માતા સરસ્વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. મા સરસ્વતી વિશે એવું માનવામાં આવે છે કે તે દિવસમાં એકવાર જીભ પર બેસે છે આ સમયે જે બોલેલું સાચું પડે છે.

વેદ અને શાસ્ત્રો અનુસાર, બ્રહ્મ મુહૂર્તના સમયે માતા સરસ્વતી વ્યક્તિની જીભ પર ચોક્કસપણે નિવાસ કરે છે.

બ્રહ્મ મુહૂર્તનો સમય અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે માતા સરસ્વતી પુણ્ય સમયે પણ જીભ પર આવીને બેસી જાય છે,

માટે બ્રહ્મ મુહૂર્તમાં જાગતાની સાથે જ ભગવાનનું નામ લેવાનું કહેવામાં આવે છે.

પૌરાણિક ગ્રંથો અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે દેવી સરસ્વતી તમારા મુખ પર બિરાજે છે એ કહેવત સાચી છે.

માતા સરસ્વતીની જીભ પરના પુરાવા રામાયણ કાળ દરમિયાન કુંભકરણ સાથે બનેલી એક રહસ્યમય ઘટના સાથે સંબંધિત છે.

રાવણ તેના ભાઈઓ વિભીષણ અને કુંભકરણ સાથે ભગવાન બ્રહ્માની તપસ્યા કરી રહ્યા હતા. તેનાથી પ્રસન્ન થઈને બધા દેવતાઓ ત્રણેય ભાઈઓ સમક્ષ હાજર થયા.

દેવતાઓએ માતા સરસ્વતીની પ્રાર્થના કરી કે તેઓ કુંભકરણને જણાવ્યા વિના એમના મુખ પર બેસીને તેમના શબ્દો બદલી નાખે, જેથી તેમને ઇચ્છિત વરદાન મેળવવાથી અટકાવી શકે.

એવું જ થયું, જ્યારે કુંભકરણે વરદાન માંગ્યું ત્યારે તેણે શક્તિને બદલે ઊંઘ કહ્યું. ત્યારે બ્રહ્માદેવે કુંભકરણને 6 મહિના સુવા અને 6 મહિના જાગતા રહેવાનું વરદાન આપ્યું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)