...જ્યારે NOTA ને મળ્યા સૌથી વધારે મત

લોકો મત આપે ત્યારે ઉમેદવારને પસંદ કરે છે. પરંતુ, ઘણીવાર કોઈ ઉમેરદવાર પસંદ ન હોય ત્યારે NOTAને પોતાનો મત આપે છે.

ઘણીવાર એવું બને છે કે, ઉમેદવાર કરતાં વધુ મત NOTA ને મળતા હોય છે. 

આ વખતે પણ ઈન્દોરની બેઠક પર બીજા નંબરે સૌથી વધુ મત NOTA ને મળ્યા છે. 

2013 માં કોર્ટે મતદારોને NOTA નો વિકલ્પ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. NOTAનું પૂર્ણ સ્વરૂપ None of the Above (ઉપરોક્તમાંથી કોઈ નહીં) થાય છે. 

NOTA ના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યા છે. શરૂઆતમાં તેને ગેરકાયદેસર માનવામાં આવતો. એટલે જો NOTA ને અન્ય કરતાં વધુ મત મળે તો બીજા નંબરના ઉમેદવાર વિજેતા જાહેર થાય. 

2018માં, દેશમાં પ્રથમ વખત NOTA ને ઉમેદવારનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

હકીકતમાં, ડિસેમ્બર 2018માં હરિયાણાના પાંચ જિલ્લાઓમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં NOTA ને સૌથી વધુ મત મળ્યા હતાં. 

આ સ્થિતિમાં ઉમેદવારોને અયોગ્ય જાહેર કરી ચૂંટણી પંચે ફરી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. 

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના 2018ના આદેશમાં, NOTAને ‘કાલ્પનિક ચૂંટણી ઉમેદવાર’નો દરજ્જો આપવામાં આવ્યો છે. 

આદેશ અનુસાર, જો કોઈ ઉમેદવાર ‘કાલ્પનિક ઉમેદવાર’ એટલે કે NOTAના સમાન મત મેળવે છે, તો ચૂંટણી લડનાર વાસ્તવિક ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.

જો NOTA ને અન્ય તમામ કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ જો ચૂંટણી યોજ્યા પછી પણ કોઈ ઉમેદવાર NOTA કરતા વધુ મત મેળવી શકશે નહીં, તો ત્રીજી વખત ચૂંટણી યોજાશે નહીં. 

આવી સ્થિતિમાં, NOTA પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આદેશ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચના આ નિયમો રાજ્યમાં ચૂંટણી સુધી મર્યાદિત છે.

જયારે 2019ની લોકસભાની ચૂંટણીમાં, બિહારના ગોપાલગંજમાં સૌથી વધુ NOTA મત (51,660) મળ્યા હતા.

2013થી યોજાયેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં NOTAના ખાતામાં ઘણા બધા વોટ હતા. કેટલાક મતવિસ્તારોમાં NOTA મતો રનર-અપ ઉમેદવાર પછી ત્રીજા ક્રમે આવ્યા હતા.

2014ની લોકસભા ચૂંટણીમાં લગભગ 60 લાખ મતદારો અને 2019માં 65 લાખથી વધુ મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો. મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો હતો.