જો તમે એક વર્ષ માટે 2 કરોડ રૂપિયાથી ઓછી FD કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા દેશની અગ્રણી બેંકોના વ્યાજ દરો જોવાના રહેશે.
અહીં અમે તમને ટોચની 4 બેંકોના એક વર્ષના સમયગાળા માટે FD પરના વર્તમાન વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છીએ.
SBI: દેશની સૌથી મોટી બેંક 1 વર્ષથી લઈને 2 વર્ષથી ઓછા સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.80 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.30 ટકા વ્યાજ આપી રહી છે.
HDFC બેંકઃ બેંક 1 વર્ષથી લઈને 15 મહિનાથી ઓછા સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.60 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.10 ટકા વ્યાજ આપી રહી છે.
પંજાબ નેશનલ બેંકઃ બેંક 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.75 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા વ્યાજ આપી રહી છે.
બેંક ઓફ બરોડાઃ બેંક 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.75 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા વ્યાજ આપી રહી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.