કઈ બેંક FD પર આપી રહી છે સૌથી વધું વ્યાજ? ચેક કરો લિસ્ટ

ફિક્સ ડિપોઝીટ કરાવતા પહેલા તમારે હંમેશા અલગ-અલગ બેંકોના ઈન્ટરેસ્ટ રેટ વિશે માહિતી મેળવી લેવી જોઈએ. 

સામાન્ય રીતે, બેંક લાંબા ગાળાની ડિપોઝીટ પર વધારે અને શોર્ટ ટર્મ ડિપોઝીટ પર ઓછું વ્યાજ ઓફર કરે છે. 

તેથી, FD કરતા પહેલા, સૌથી વધુ વ્યાજ દર ઓફર કરતી બેંકો વિશે જાણવું યોગ્ય છે.

HDFC Bank- 18 મહિનાથી 21 મહિનાની FD પર સામાન્ય નાગરિકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.77 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. 

ICICI Bank- 15થી 18 મહિનાની FD પર સામાન્ય નાગરિકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.85 ટકા વ્યાજ મળી રહ્યું છે. 

કોટક મહિન્દ્રા બેંક- 390-391 દિવસની FD પર, તે સામાન્ય નાગરિકોને 7.4 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા વ્યાજ આપે છે.

ફેડરલ બેંક- આ બેંક 444 દિવસોની FD પર સામાન્ય નાગરિકોને 7.5 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8 ટકા વ્યાજ આપી રહી છે. 

બેંક ઓફ બરોડા- આ પબ્લિક સેક્ટરની બેંક 2-3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ આપી રહી છે. 

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા- આ બેંક 456 દિવસોની FD પર સામાન્ય નાગરિકોને 7.3 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.8 ટકા વ્યાજ આપી રહી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.