જો તમે શેર બજારમાં એક્ટિવ રહીને કામ કરવા નથી ઈચ્છતા, તો જાણો લો કેટલીક બાબતો

મ્યુચ્યુઅલ ફંડ બજારમાં રોકાણ કરવાના સૌથી અસરકારક અને કાર્યક્ષમ રીત માનવામાં આવે છે

કેટલાક રોકાણકારો નિયમિત પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પસંદ કરે છે.

આ કારણે તેમનું વળતર એ જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ડાયરેક્ટ પસંદ કરતા લોકો કરતા ઓછું રહી જાય છે.

એવામાં તમારે રેગુલર અને ડારેક્ટ મ્યૂચ્યુઅલ ફંડ ટાઈપ ને જાણવું જોઈએ.

નિયમિત મ્યુચ્યુઅલ ફંડ હેઠળ, એજન્ટ દ્વારા કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને તમારે તમારી રકમનો અમુક હિસ્સો કમિશન તરીકે એજન્ટને આપવાનો હોય છે.

તેની અસર સીધા તમારા વળતર પર પડે છે અને તમારૂ વળતર ઓછુ થઈ જાય છે.

ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ, તમારું રોકાણ કોઈપણ એજન્ટ વિના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ડાયરેક્ટ કરવામાં આવે છે અને તમારે તમારી રકમ પર કોઈપણ પ્રકારનું કમિશન ચૂકવવું પડતું નથી.

કમિશન ન ભરવાને કારણે તમારું વળતર વધે છે અને તમને સીધો નફો મળે છે

રેગ્યુલર અને ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના પોતાના ફાયદા છે