કેમ 3 ગણી વધી વાધની સંખ્યા?
ઉત્તર પ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ એ ઉત્તર ભારતના મુખ્ય અભ્યારણોમાંનું એક છે.
વાઘને પણ તરાઈના આ જિલ્લાનું વાતાવરણ અનુકૂળ આવી રહ્યું છે.
છેલ્લા 9 વર્ષમાં વાઘની સંખ્યામાં લગભગ 3 ગણો વધારો થયો છે.
પીલીભીત વન્યજીવ અભયારણ્યને 2014માં ભારતના 46મા ટાઈગર રિઝર્વનો દરજ્જો મળ્યો હતો.
ટાઈગર રિઝર્વની રચના થઈ ત્યારથી જ વાઘ સંરક્ષણનું કામ થઈ રહ્યું છે.
પીલીભીત ટાઈગર રિઝર્વ 73 હજાર હેક્ટર જંગલમાં ફેલાયેલું છે.
આ ટાઇગર રિઝર્વમાં વાઘ, ચિત્તો અને રીંછ જોવા મળે છે.
અહીં હરણની ઘણી પ્રજાતિઓ પણ જોવા મળે છે.
હાલમાં, 71 થી વધુ વાઘ પીલીભીત ટાઈગર રિઝર્વની શોભા વધારી રહ્યા છે.