ચેકમાં પાછળ સાઈન કેમ કરાવવામાં આવે છે? આ રહ્યું સાચું કારણ.

આજે તો જમાનો ડિજિટલ પેમેન્ટનો છે પરંતુ તેમ છતાં બેંકિંગ વ્યવહારોમાં ચેકની મહત્તા તેટલી જ છે.

જોકે ચેક માટેને કેટલાક નિયમોની સાચી જાણ ભાગ્યે જ કેટલાક લોકોને હોય છે, પછી ભલેને રોજ ચેકથી લેવડ-દેવડ કરતાં હોય.

ઘણીવાર બેંકવાળા ચેકમાં આગળ સાઈન કરી હોવા છતાં તમારી પાસે પાછળની તરફ સાઈન કરવાનો આગ્રહ રાખે છે. 

તેવામાં તમને પણ આ સવાલ થયો હશે કે હવે આગળ સાઈન છે તો પછી પાછળ શું કરવા કરાવે છે?

સાઈન એવા જ ચેક પાછળ કરાવવામાં આવે છે જે બેરર ચેક હોય, જ્યારે ઓર્ડર ચેક પાછળ સાઈન કરવી ફરજીયાત નથી.

બેરરનો ચેક એવો છે કે જેને કોઈપણ વ્યક્તિ બેંકમાં લઈ જઈને કેશ કરી શકે છે.

ઓર્ડર ચેકમાં, રુપિયા ફક્ત તે વ્યક્તિને આપવામાં આવે છે જેનું નામ ત્યાં લખેલું હોય.

કોઈ પણ વ્યક્તિને બેરર ચેક રસ્તામાં મળી જાય અથવા ચોરી લાવે તો પણ તેને રુપિયા આપી દેવામાં આવી શકે છે.

તેવામાં બેંક પર સવાલો ઉભા થઈ શકે માટે તેને ટાળવા માટે ચેકની પાછળની બાજુએ સહી કરાવવામાં આવે છે.

જે કોઈ રુપિયા ઉપાડવા માટે આવે, તેની સહી લઈને બેંક દ્વારા રુપિયા આપવામાં આવ્યાની ખાતરી કરવામાં આવે છે.

જો બેરર ચેકની રકમ 50,000 રૂપિયાથી વધુ હોય, તો બેંક નિશ્ચિતપણે વ્યક્તિ પાસેથી એડ્રેસ પ્રૂફ પણ માંગે છે. 

પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના જ એકાઉન્ટમાંથી બેરર ચેકથી રુપિયા ઉપાડવા જાય તો આ જરુરિયાત રહેતી નથી.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.