ભારત સામે કેનેડાના તેવર કેમ ઢીલા પડી રહ્યા છે? આ આંકડા છે જવાબ

એકલા પંજાબમાંથી જ દર વર્ષે મળે છે 68 લાખ કરોડનો બિઝનેસ.

કેનેડા અને ભારતના સંબંધોમાં ખટાશના કારણે કેનેડામાં અભ્યાસ માટે સંતાનોને મોકલનાર માતાપિતા ચિંતામાં મુકાયા છે.

જોકે નિષ્ણાતો માની રહ્યા છે કે ભારતીય વિદ્યાર્થીઓએ ખાસ ચિંતા કરવાની જરુર નથી..

જેનું કાણ છે ભારતમાંથી મળતો બિઝનેસ, ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડાના અર્થતંત્રમાં કરોડો રુપિયા ઠાલવે છે.

એક અંદાજ મુજબ, માત્ર પંજાબમાંથી દર વર્ષે 68,000 કરોડ રૂપિયાની જંગી રકમ કેનેડામાં અભ્યાસ પાછળ ખર્ચાય છે.

IRCCના ડેટા મુજબ 2022માં ભારતીય વિદ્યાર્થીઓના 2,26,450 જેટલા વિઝાને મંજૂરી આપવામાં આવી હતી.

હાલમાં મોટાભાગની કેનેડિયન કોલેજો અને યુનિવર્સીટીઝ વાર્ષિક $16,000થી $18,000 જેટલી ફી વસૂલે છે.

જ્યારે કેટલાક અભ્યાસક્રમો માટે દર વર્ષે $25,000 સુધીની ફી ચૂકવવી પડે છે. 

આમ જોવા જોઈએ તો કેનેડા માટે ભારતની ખૂબ જરુરી દેશ બની જાય છે. જેના કારણે જ તેના તેવર ઢીલા પડી રહ્યા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.