ડેન્ગ્યુના મચ્છર પગમાં જ કેમ કરડે છે?

વરસાદના દિવસોમાં કાદવ અને ગંદકી વધી જાય છે. તેથી, આ દિવસોમાં ડેન્ગ્યુના મચ્છરો વધારે હોય છે.

ડેન્ગ્યુ એડીસ એજીપ્ટી નામના માદા મચ્છર દ્વારા ફેલાય છે.

ડેન્ગ્યુના મચ્છરનું આયુષ્ય માત્ર એક મહિનાનું છે આ સમયગાળા દરમિયાન તે 500 થી 1,000 જેટલા મચ્છરને જન્મ આપે છે.

ડેન્ગ્યુના મચ્છર એક સમયે 100 થી 300 ઈંડા મૂકે છે. 2 થી 7 દિવસ પછી લાર્વા બને છે અને પછી 4 દિવસ પછી તેઓ મચ્છરનું રૂપ ધારણ કરે છે. મચ્છરનું રૂપ ધારણ કર્યા પછી, તેઓ 2 દિવસમાં ઉડવાનું શરૂ કરે છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ડેન્ગ્યુ તાવ એડીસ એજીપ્ટી મચ્છર કરડ્યાના લગભગ 3 થી 5 દિવસ પછી થાય છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર, ડેન્ગ્યુના મચ્છર માત્ર સવાર-સાંજ જ કરડે છે.

બપોર અને રાત્રિ દરમિયાન, ડેન્ગ્યુના મચ્છર ઘરના ખૂણામાં, પડદા પાછળ અથવા ભીના સ્થળોએ સંતાઈ જાય છે.

ડેન્ગ્યુના મચ્છર માત્ર ત્રણ ફૂટ સુધી જ ઉડી શકે છે. આ કારણોસર તેઓ માત્ર નીચેના અંગોને જ ડંખ મારે છે.

ડેન્ગ્યુના મચ્છર ખૂબ ઊંચાઈએ ઉડી શકતા નથી, તેથી તેઓ મોટે ભાગે પગ પર જ ડંખ મારી શકે છે.

ડેન્ગ્યુના લક્ષણો: ખૂબ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ચામડી પર લાલ ફોલ્લા, આંખોની નીચે દુખાવો, ઘૂંટણમાં દુખાવો, સોજો, પેઢા અને નાકમાંથી લોહી નીકળવું.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.