ક્રિકેટની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. તે સમયે એ જ કપડાંનો ઉપયોગ થતો જે સરળતાથી મળી રહે.
તે દરમિયાન સફેદ રંગના કપડાં પહેરવાનું નક્કી કરવામાં આવ્યું, જે પુરી રીતે યોગ્ય હતું.
ક્રિકેટ ઉનાળાની રમત હતી.
5 દિવસ ચાલતી મેચમાં ખેલાડીઓ દિવસના 8 કલાક મેદાન પર રહેતા હતા.
સફેદ રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા જેથી તેઓ વધુમાં વધુ સનલાઇટ રિફ્લેક્ટ કરે.
ઓછી ગરમીના કારણે ખેલાડીઓનું સ્ટ્રેસ લેવલ ઘટતું
જેથી થાક ઓછી લાગતી અને વધુ સમય મેદાન પર રહી શકતા હતા.
એક કારણ એ છે કે અંગ્રેજો સફેદ રંગને રોયલ્ટી અને શાનનું પ્રતીક માનતા હતા.
ક્રિકેટને જેન્ટલમેનની રમત કહેવામાં આવી અને તેમાં સફેદ વસ્ત્રો પહેરવાની શરૂઆત કરાઇ.