કચ્છના ડૉક્ટર્સે કેમ કરી હતી ફીડિંગ બોટલની હોળી?
સમગ્ર વિશ્વમાં ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું સ્તનપાન જાગૃતિ માટે વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીક તરીકે ઓળખવામાં આવે છે.
બાળક માટે માતાનું દૂધ જ સૌથી શ્રેષ્ઠ ખોરાક છે.
તેથી, બાળકોના ડૉક્ટર હંમેશા ફીડિંગ બોટલના ગેરફાયદાઓ સમજાવી સ્તનપાન મુદ્દે માતાઓને જાગૃત કરે છે.
આજથી અઢી દાયકા પહેલાં કચ્છમાં પણ પીડિયાટ્રિક ડોક્ટર્સ દ્વારા યોજાયેલા એક વિરોધ યોજાયો હતો.
જેના કારણે ગાંધીધામ શહેર ગુજરાતનો પ્રથમ ફીડિંગ બોટલ ફ્રી ઝોન બન્યો હતો.
1996માં કચ્છના તબીબો વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ વીકની ઉજવણી કરવા જ્યારે ભેગા થયા.
ત્યારે નક્કી કર્યું કે, સમાજ સામે એવું પ્રદર્શન કરવું જેથી લોકોના મગજમાં સ્તનપાનનું મહત્વ ઘર કરી જાય.
ગાંધીધામના પીડિયાટ્રીશિયન ડૉ. રાજેશ માહેશ્વરી સહિતના તબીબોએ નક્કી કર્યું કે, ફીડિંગ બોટલની હોળી કરી લોકોને તેના નુકસાન વિશે જણાવવું.
સમગ્ર અઠવાડિયો આ તબીબોએ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત કોલેજોમાં લેક્ચર આપ્યા, હોર્ડિંગ લગાવ્યા અને નાટકો પણ ભજવ્યા હતા.
જેમ જેમ આ ઝુંબેશ જોર પકડતી ગઈ તેમ અન્ય સંસ્થાઓ પણ આમાં જોડતી ગઈ.
તે સમયના વિવિધ વિસ્તારના ધારાસભ્યોએ પણ તેને સમર્થન આપતા આ ઝુંબેશ ટોક ઓફ ધ ટાઉન બની હતી.
ત્યારે અંતિમ દિવસે તબીબોએ સમગ્ર ગાંધીધામ શહેરના મેડિકલ સ્ટોર્સ અને પ્રોવિઝન સ્ટોર્સમાં જઈ ધંધાર્થીઓને ફીડિંગ બોટલ ન વેંચવા શપથ લેવડાવ્યા.
બધા જ દુકાનદારો પાસેથી બોટલો કબ્જે કરી, જરૂર પડી ત્યાં પૈસા આપીને બોટલ ખરીદી અને ત્યારબાદ બજાર વચ્ચે તેની હોળી કરી હતી.
આ પ્રદર્શનની એવી અસર પડી હતી કે ગાંધીધામ શહેરમાં ફીડિંગ બોટલ મળવી જ બંધ થઈ ગઈ હતી.
ત્યારબાદ લગભગ પાંચ વર્ષ સુધી ગાંધીધામમાં ફીડિંગ બોટલ વેંચાતી બંધ રહેતા આ શહેર ગુજરાતનું પ્રથમ ફીડિંગ બોટલ ફ્રી ઝોન બન્યું હતું.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...