હોસ્પિટલોમાં ડોક્ટરો લીલા કે વાદળી રંગનો યુનિફોર્મ કેમ પહેરે છે?

સફેદ રંગ સ્વચ્છતા અને શાંતિ દર્શાવે છે.

જેના કારણે હોસ્પિટલોની દિવાલો, ડોકટરોના કોટ, ચાદર અને તકિયા પણ સફેદ રંગના હોય છે.

જેથી દર્દીને ત્યાં સ્વચ્છ વાતાવરણનો અનુભવ થાય.

પહેલા ડોકટરો સફેદ સ્ક્રબનો જ ઉપયોગ કરતાં હતા.

પરંતુ 1900 ના દાયકાની શરૂઆતમાં, ડોકટરો સફેદ સ્ક્રબ્સના જોખમોને સમજી શક્યા.

લોહીના ઘેરા લાલ રંગને સતત જોયા પછી તરત જ સફેદ ડ્રેસ તરફ નજર કરો.

તો આંખો થોડી ક્ષણો માટે ચમકી જાય છે.

ત્યાર પછી ડોક્ટરોએ લીલા અને વાદળી રંગના સ્ક્રબ પહેરવાનું શરૂ કર્યું.

તમારી આંખો લાલ રંગથી હટાવીને તરત જ લીલા કે વાદળી રંગને જોવાથી આંખોને રાહત મળે છે.