જેમ-જેમ ઉંમર વધે તેમ દરેક વ્યક્તિના વાળ સફેદ થવા લગા છે.તો કેટલાકના તો નાના ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે
ત્યારે દરેકના મનમાં સવાલ થાય છે કે કેમ વાળ સફેદ થાય છે. અહીં જાણો તેનું કારણ
આ વિષય પર વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરવાની આવી છે.
રિસર્ચર્સ વાળ સફેદ થવાનું કારણ જાણવા માટે ઉંદરોના તે કોષો પર સંશોધન કરવામાં આવ્યું જે મનુષ્યોમાં પણ જોવા મળે છે.
આ કોષોનું નામ મેલાનોસાઇટ સ્ટેમ સેલ અથવા McSCs છે.
મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સ વાળમાં પિગ્મેન્ટ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જેના કારણે વાળનો રંગ નક્કી થાય છે.
મેલાનોસાઇટ સ્ટેમ સેલ્સમાં વાળના ફોલિકલના ગ્રોથ કમ્પાર્ટમેન્ટમાં જવાની ખાસ ક્ષમતા હોય છે.
સંશોધન મુજબ, વૃદ્ધત્વ અથવા અન્ય કારણોસર, મેલાનોસાઇટ સ્ટેમ સેલ ફોલિકલ્સના ગ્રોથ કમ્પાર્ટમેન્ટમાં ચાલવાની તેમની વિશેષ ક્ષમતા ગુમાવે છે.
જ્યારે મેલાનોસાઇટ સ્ટેમ સેલ ફોલિકલના ગ્રોથ કમ્પાર્ટમેન્ટમાં ખસેડવામાં અસમર્થ હોય છે, ત્યારે વાળ ગ્રે થવા લાગે છે.