दहाव्या दिवशी का बरं करतात बाप्पाचं विसर्जन?

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિનો જન્મ થયો હોવાની માન્યતા છે. 

પુરાણોમાં ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારતનું લેખન શરુ થયુ હતું. 

એવું કહેવાય છે કે મહર્ષિ વેદ વ્યાસે ગણપતિને મહાભારતની રચના લખવા વિનંતી કરી હતી.

ત્યાર બાદ ગણપતિએ 'મારી કલમ હવે નહીં અટકે' તે શરત સાથે લખવાનું શરુ કર્યુ હતું.

મહાભારતનું લેખન સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું.

અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારતનું લેખન પૂર્ણ થયું ત્યારે બાપ્પાનું શરીર સ્થિર થઈ ગયું હતું.

10 દિવસ સુધી બિલકુલ હલનચલન ન થતાં બાપ્પાના શરીર પર ધૂળ અને માટી જમા થઈ ગઈ.

બાદમાં બાપ્પાએ સરસ્વતી નદીમાં સ્નાન કરી શરીરને શુદ્ધ કર્યું.

તેથી, 10 દિવસ સુધી યોગ્ય આતિથ્ય કર્યા પછી અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી,