આ ટાપુ ગ્રીન ન હોવા છતાં ગ્રીનલેન્ડ કેમ કહેવાય છે?
ગ્રીનલેન્ડ એ વિશ્વનો
સૌથી મોટો ટાપુ છે અને
તે કોઈ મહાદ્વીપ નથી.
તેનો 80 ટકા ભાગ બરફની
સફેદ ચાદરથી ઢંકાયેલો છે.
ઉપરથી જોતા આ
આર્કટિક દેશ સફેદ દેખાય છે.
તેમ છતાં નવાઈની વાત
એ છે કે તેનું નામ
ગ્રીનલેન્ડ છે.
પરંતુ 25 લાખ વર્ષ પહેલા
આ હરિયાળો વિસ્તાર હતો.
ઈતિહાસકારો કહે છે કે
માનવી 2500 BCમાં
ગ્રીનલેન્ડમાં આવ્યા હતા.
13મી સદીમાં આવેલા
ઇન્યુટ્સએ જ અહીંની
આજની સંસ્કૃતિ બનાવી છે.
દંતકથા મુજબ ડેનમાર્કના રહેવાસીનો આઇસલેન્ડમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
તેમણે જ લોકોને આકર્ષવા
માટે ગ્રીનલેન્ડનું નામ
આપ્યું હતું.