ગુજરાતમાં કેમ વધી રહી છે આટલી ગરમી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ સમયે ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.

એશિયાઈ દેશો જ નહીં પરંતુ પશ્ચિમી દેશો અને દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત એન્ટાર્કટિકા પણ આ ભીષણ ગરમીથી પ્રભાવિત થઈ રહ્યા છે.

હંમેશા બરફ અને હિમનદીઓથી ઢંકાયેલું રહેતું એન્ટાર્કટિકા પહેલીવાર એટલી આકરી ગરમીનો અનુભવ કરી રહ્યું છે.

આ ઠંડા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ પણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો(UV Rays)થી દાઝી ગયા છે.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ ચિંતિત છે અને વિચારે છે કે, આટલી ગરમી કેવી રીતે અને શા માટે પડે છે?

હવામાન પ્રવૃત્તિઓના નિષ્ણાતો કહે છે કે, હિટવેવ, જે ભૌગોલિક રીતે ભારતના મોટા ભાગને અસર કરે છે. તે 100 વર્ષમાં એકવાર આવે છે.

આબોહવા પરિવર્તનને કારણે આ ગરમી વધવાની સંભાવના 30 ગણી વધી ગઈ છે. તેથી જ આ વખતે એપ્રિલ અને મેમાં તીવ્ર ગરમી નોંધાઈ રહી છે.

તમને એવું પણ લાગતું હશે કે, સૂર્ય પહેલા કરતાં વધુ તીવ્ર બની ગયો છે. 

વહેલી સવારે 7-8 વાગ્યે એવું લાગે છે કે, બપોરના 12 વાગ્યાની જેમ કઠોર અને આકરો તાપ પડી રહ્યો છે. 

જો કે, સૂર્ય ત્યારે પણ એ જ રીતે ગરમ હતો અને અત્યારે પણ એ જ રીતે ગરમ છે.

ઓઝોન સ્તર જે આપણને રક્ષણ આપે છે તે પાતળું થઈ ગયું છે અને તે ગ્લોબલ વોર્મિંગને કારણે છે. 

હકીકતમાં, જ્યારે અશ્મિભૂત ઇંધણ બાળવામાં આવે છે, ત્યારે કાર્બન પ્રદૂષણ વાતાવરણમાં રહે છે.

જે ધાબળાની જેમ કામ કરે છે અને ગરમીને અટકાવે છે. આજે વાતાવરણમાં એટલું બધું કાર્બન પ્રદૂષણ છે કે, તે હવામાનમાં ફેરફાર અને ગરમીનું કારણ બની રહ્યું છે.

આ ગરમીથી બચવા માટે સૌથી વધુ ધ્યાન કાર્બન ઉત્સર્જન પર છે. કારણ કે ગરમી વધવાના આ સૌથી મોટા કારણો છે. 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર