જાણો શિવજીના મંદિરમાં કેમ હોય છે કાચબો?
શ્રાવણના પવિત્ર મહિનામાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.
ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
શિવ ભક્તો શિવાલયોમાં પ્રવેશતા જ પ્રથમ નંદી અને કાચબાને નમન કરી ભગવાન ભોળાનાથના દર્શન કરે છે.
શિવાલયોમાં સ્થિત કાચબાનો વિશેષ મહિમા રહેલો છે. કાચબો પ્રતિકાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રેરણા પ્રદાન કરનાર માનવામાં આવે છે.
શિવ મંદિરમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શિવજીની સામે નંદી મહારાજ અને સાથે કાચબો બીરાજમાન હોય છે.
કહેવાય છે કે નંદી માણસને પોતાનું ધ્યાન અન્ય બાબતો માંથી દૂર કરી શિવની ભક્તિમાં પોતાના ઈષ્ટની ભક્તિમાં સ્થિર કરવું તેનું સૂચન કરે છે.
સાથે નંદી મહારાજ પરોપકાર પણ શિખવે છે. ત્યારે સાથે બિરાજમાન કાચબો પ્રતિકાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રેરણા પ્રદાન કરે છે.
શિવમંદિરમાં બિરાજમાન કાચબો વ્યક્તિના મનને શાંત અને સ્થિર કરે છે.
વડોદરાના શાસ્ત્રી રોનક કુમાર ભટ્ટના જણાવ્યા મુજબ જે રીતે કાચબો પોતાના અંગોને સંકોચી લે છે.
તે જ રીતે પુરૂષ સઘળા વિષયોમાંથી પોતાની ઈન્દ્રિયોને ખેંચી લે છે તો તેની બુદ્ધિ સ્થિર થઈ જાય છે.
કાચબો ચાલે છે ત્યારે તેના છ અંગ દેખાય છે. ચાર પગ, એક પૂંછડી અને માથું.
પરંતુ જ્યારે ચાચબો પોતાના અંગો સમેટી લે છે, ત્યારે કેવળ પીઠ જ દેખાય છે.
તે જ રીતે જો કોઈ વ્યક્તિ પોતાની પાંચ ઇન્દ્રિયો અને મનને પોતાના વિષયોમાંથી હટાવી લે તો તે સ્થિત પ્રજ્ઞા વાળો બની શકે છે.
શિવ મંદિરમાં કાચબો શિવની તરફ જતો તેના સામે મુખ રાખેલો દેખાય છે.
જે સૂચવે છે કે આપણે તન અને મનથી શિવના સામિપ્યને પ્રાપ્ત કરવા જ આગળ વધવું જોઈએ.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...