આ લોખંડના બ્રિજનું નામ કેમ પડ્યું 'ગોલ્ડન બ્રિજ'?

ભરુચના ગોલ્ડન બ્રિજને ભયજનક પરિસ્થિતીને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. 

હાલ, અહીં નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ વાહનને બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.

એક મહિના પહેલાં જ પોતાના 142 વર્ષ પૂર્ણ કરનારો આ ગોલ્ડન બ્રિજ પોતાનો ભવ્ય ઈતિહાસ વાગોળી રહ્યો છે.

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અંગ્રેજો દ્વારા વર્ષો પહેલા પોલાદનો પુલ ગોલ્ડન બ્રિજ તૈયાર કરાયો હતો.

ઇસ 1860માં સર જોન હોક્શોની રુપરેખા મુજબ નર્મદા નદી પર બ્રિજ બાંધવાની શરૂઆત કર્યા બાદ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પૂરને કારણે બ્રિજના અનેક ભાગો તૂટી પડ્યા હતા.

જેને પગલે અનેક કામદારોના મોત પણ થયા હતા. 

ગોલ્ડન બ્રિજને 7 ડિસેમ્બર 1877થી સર જોન હોક્શોની રુપરેખા મુજબ ફરી તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

16 મે 1881ના દિવસે તે બનીને તૈયાર થઇ ગયો હતો.

વર્ષ 1877 સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ. 85,93,400નો ખર્ચ થયો હતો. 

સોનાનો બ્રિજ બાંધવામાં થાય એટલો ખર્ચ આ બ્રિજ પાછળ અંગ્રેજ સરકાર અને તેના રેલ્વે વિભાગને થયો હતો‌‌.

તેથી આ બ્રિજ "સોનાનો પુલ" એટલે કે "ગોલ્ડન બ્રિજ" તરીકે જાણીતો બન્યો છે.

વર્ષ 1935માં નવો પુલ એટલે કે સિલ્વર જ્યુબીલી બ્રિજ બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો હતો.

1943માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. વર્ષ 1949માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ 84 લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો.

વર્ષ 2015-16 માં ગોલ્ડનબ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળી હતી. 

12 જુલાઈ 2021થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે.

ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ અને તેની કારીગરી આજે પણ ભાવી નિર્માતાઓને નવીન બાંધકામોનું સર્જન કરવાની પ્રેરણા પૂરો પાડતો રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો