દરેક મંત્ર પહેલા કેમ બોલવામાં આવે છે ૐ? જાણો
હિન્દુ ધર્મમાં કોઇપણ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ૐ બોલવામાં આવે છે.
ૐ ત્રણ અક્ષરોથી બનેલો શબ્દ છે.
પરંતુ શું તમે જાણો છો કે આખરે ૐનું ઉચ્ચારણ દરેક મંત્ર પહેલા કેમ કરવામાં આવે છે?
ૐ મંત્રનો જાપ કરવાથી મનની શુદ્ધિ થાય છે અને મંત્રોચ્ચારણમાં ગતિ આવે છે. સાથે જ તે સિદ્ધ થાય છે.
ૐ લગાવવાથી મંત્રની શક્તિ અને તીવ્રતા વધી જાય છે.
ૐ લગાવીને મંત્ર પઠન કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે.
મંત્રની આગળ ૐ લગાવવાથી મંત્ર પઠનમાં કોઇ ભૂલ કે દોષ પણ નથી લાગતો.
જો તમારાથી મંત્ર ઉચ્ચારણમાં કોઇ ભૂલ થઇ જાય તો ૐના ઉચ્ચારણથી તે ભૂલ માનવામાં નથી આવતી. તેથી તેનું ઉચ્ચારણ જરૂર કરો.
ૐ શબ્દમાં વેદોનો સાર, પતસ્વીઓ અને યોગીઓનો સાર સમાયેલો છે. તેથી જ્યારે પણ કોઇ મંત્રનો જાપ કરો તો ૐ જરૂર લગાવો.
ૐ શબ્દ ત્રણ અક્ષરોથી મળીને બનેલો છે. અ, ઉ અને મ. આ એક શબ્દને સમગ્ર સૃષ્ટિનું પ્રતિક માનવામાં આવે છે.
ભગવદગીતા અનુસાર મંત્રમાં પહેલા ૐ લગાવવાથી પુણ્યકર થાય છે.
શ્રીમદ ભગવદ ગીતા અનુસાર, કોઇપણ મંત્ર પહેલા ૐનું ઉચ્ચારણ કરવામાં આવે તો વ્યક્તિને અત્યંત પુણ્ય મળે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)