ગંગા નદીમાં કેમ નથી પડતાં કીડા?
ભારતમાં ગંગા નદીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.
આ નદીના પાણીને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે.
કહેવામાં આવે છે કે ગંગાજળમાં ક્યારેય કીડા નથી પડતાં.
પરંતુ શું આ હકીકત છે?
ગંગા નદીનું ઉદ્ગમ હિમાલય પર્વતથી થાય છે.
પર્વત પર ઘણાં પ્રકારની જીવનદાયી ઔષધીઓ હાજર હોય છે.
જેના સંપર્કમાં આવવાથી ગંગાના પાણીમાં તે ગુણ મળી જાય છે.
વૈજ્ઞાનિક શોધમાં ગંગામાં બેક્ટીરિયોફાઝ વાયરસ જોવા મળ્યો છે.
તે બેક્ટેરિયાને મારવાની ક્ષમતા રાખે છે.
તે જીવાણું હાનિકારક સૂક્ષ્મ જીવોને નષ્ટ કરી દે છે.