આપણને બધાને સોફ્ટ અને ફુલેલી રોટલી ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ગેસની ફ્લેમ પર રોટલી શેકવી અનહેલ્ધી છે. અહીં ગેસની ફ્લેમ પર સીધી જ રોટલી શેકવાની કેટલીક આડઅસર છે.
અભ્યાસ અનુસાર, કુદરતી ગેસ ફ્લેમ કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ રજકણો જેવા વાયુ પ્રદૂષણોનું ઉત્સર્જન કરે છે. તેથી, આપણે ગેસની ફ્લેમ પર રોટલી રાંધવાનું ટાળવું જોઈએ.
જો રોટલીને ડાયરેક્ટ ગેસ પર શેકવામાં આવે તો તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે. કારણકે તેનાથી ખાધ્ય પદાર્થમાં કાર્સિનોજેનિક સંયોજનોનું નિર્માણ થાય છે. જે સમય જતાં કેન્સરના વિકાસનું કારણ બને છે.