ચંદ્ર પરથી પત્થરો લાવીશું, ISRO ચીફ સોમનાથે જણાવ્યો ચંદ્રયાન-4નો ટાર્ગેટ
ઇસરો ચીફ સોમનાથે કહ્યું કે આ મિશન એટલું સરળ નહીં હોય. નમૂના પરત મિશન તદ્દન જટિલ છે. આ સંપૂર્ણપણે આપોઆપ થશે. આમાં માનવીની ભૂમિકા ઓછી હશે.
ઈસરોના વડાએ કહ્યું કે આ ટેક્નોલોજીને વિકસાવવામાં ઓછામાં ઓછા ચાર વર્ષનો સમય લાગશે. આ મિશન કદાચ જાપાન સાથે મળીને થશે. અગાઉની યોજનામાં જાપાની સ્પેસ એજન્સી પણ સામેલ હતી.
ચંદ્રયાન-4 મિશનનું પૂરું નામ LUPEX છે. જેનો મતલબ ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન.
JAXA ચંદ્ર પર ચાલવા માટે રોવર બનાવશે. ISRO લેન્ડર બનાવશે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) તેમાં ઉપયોગમાં લેવાતા અવલોકન સાધનો બનાવશે.
લ્યુપેક્સ મિશનમાં એક લેન્ડર-રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ મિશન 2026-28ની વચ્ચે પૂર્ણ થઈ શકે છે.
જાપાનનું પ્રતિનિધિમંડળ આ વર્ષે એપ્રિલમાં ભારત આવ્યું હતું. પ્રતિનિધિમંડળે ISRO સાથે ચંદ્ર પર લેન્ડિંગ સાઇટ વિશે વાત કરી હતી. લેન્ડિંગના અન્ય સ્થળોની પણ શોધ કરવામાં આવી હતી.
મિશનનું કુલ વજન 6000 કિલોગ્રામ હશે. જ્યારે પેલોડનું વજન લગભગ 350 KG હશે. વર્ષ 2019માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાને LUPEX મિશનમાં સામેલ કરવા પર ચર્ચા કરી હતી.
ચંદ્રની સપાટી પર 1.5 મીટર ઊંડો ખાડો ખોદશે અને ત્યાંથી માટીના નમૂના લાવશે. આમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR)નો પણ ઉપયોગ થશે. રોવર માટીની અંદર હાજર પાણીની શોધ કરશે.
ડ્રિલિંગ મશીન દ્વારા માટીના નમૂના એકત્રિત કરશે. નમૂનાને તેની અંદર એક સાધનમાં મૂકશે અને તેનું પરીક્ષણ કરાશે. આ તપાસથી ખબર પડશે કે ચંદ્રની સપાટીની નીચે પાણીનો ખજાનો છે કે નહીં.