આમ તો બધા જાણે છે ગાયનું શુદ્ધ દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને અદ્ભૂત ફાયદા થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે દેશી ઘીના 1-2 ટીપાં નાકમાં નાંખીને સૂવાથી અનેક લાભ થાય છે.
દરરોજ ફક્ત બે ટીપાં ગાયનું શુદ્ધ ગી નાકમાં નાંખીને સૂવાથી વાળ ખરવા અને તૂટવાની સમસ્યા દૂર થાય છે.
આખા દિવસના થાકથી થતા તણાવ અને માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે રાતે સૂતા પહેલા નાકમાં 2 ટીપાં ઘી નાંખો. તેનાથી માઇગ્રેનમાં આરામ મળે છે.
નાકમાં રોજ ઘી નાંખવાથી મસ્તિષ્કની તંત્રીકાઓ પર ઉંડી અસર થાય છે, જેથી સ્મરણ શક્તિ વધે છે.
દોડધામ ભરી જીંદગીમાં ઉંઘ ન આવવાની સમસ્યા ઘણા લોકોને હોય છે. તેને દૂર કરવા માટે દરરોજ નાકમાં ઘી નાંખો.
શુદ્ધ ઘીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જેને નાકમાં નાંખવાથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય છે, એલર્જીની સમસ્યામાં રાહત મળે છે.
નાકમાં ઘી નાંખવાથી હવામાં રહેલા રજકણો સ્વાસ્થ્યને નુકસાન નથી પહોંચાડી શકતા, જેનાથી નાક સાફ અને ક્લીન બને છે.
સૌથી પહેલા ઘીને થોડુ ગરમ કરો. ડાયરેક્ટ આંગળીથી નાકમાં ઘી લગાવવામાં પરેશાની થાય તો નોસ્ટ્રિલની મદદથી 2 ટીપાં નાંખો.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.