એક ખરીદવા જેટલા રુપિયામાં તો 30 તોલા સોનું ખરીદી લો, એટલું મોંઘુ છે આ ફળ
શકરટેટી આમ તો મોટાભાગનાને ભાવતું ફળ છે. તેના આરોગ્ય વિષયક ફાયદા પણ ખૂબ હોય છે.
તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મળે છે. તેના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.
આ કારણે શકરટેટીની માગ હંમેશા માર્કેટમાં રહે છે. જોકે આ ફ્રૂટ સીઝનલ હોવાથી ઉનાળામાં મળે છે.
સામાન્ય રીતે આ ફળ 50-60 રુપિયા કિલો મળે છે પણ આજે દુનિયાની સૌથી મોંઘી શકરટેટીની વાત કરવાની છે.
આ શકરટેટીનું નામ યુબારી કિંગ છે જે દુનિયાનું સૌથી મોંઘુ ફળ છે. તેની ખેતી ફક્ત જાપાનમાં જ કરવામાં આવે છે.
જાપાનમાં પણ ફક્ત હોકૈડો દ્વીપ પર યુબારી શહેરમાં જ તેની ખેતી થાય છે. કારણ કે આ જગ્યાનું વાતાવરણ જ આ ફળ માટે યોગ્ય છે.
યુબારી શહેરમાં દિવસ અને રાતના તાપમાનમાં ખૂબ જ ફરક હોય છે. જે યુબારી શકરટેટી માટે અમૃતનું કામ કરે છે.
યુબારી કિંગની બીજી સૌથી મોટી ખાસિયત છે કે તેનું વેચાણ નથી થતું પરંતુ હરાજી થાય છે.
વર્ષ 2022માં એક યુબારી કિંગની હરાજી 20 લાખ રુપિયામાં થઈ હતી જ્યારે 2021માં 18 લાખ રુપિયામાં એક ફળ વેચાયું હતું.
જેનો અર્થ છે કે ભારતમાં એક યુબારી કિંગની કિંમતમાં તમે 30 તોલા સોનું ખરીદી શકો છો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.