દુનિયાનું સૌથી મોંઘુ મરચું, તીખું પણ એટલું કે કાનમાંથી ધુમાડો કાઢે.

ભારતમાં જ્યારે પણ સૌથી તીખા મરચાની વાત આવે ત્યારે સૌથી પહેલા ભૂત જોલોકિયાનું નામ લેવાય છે.

ભૂત જોલોકિયાની ગણતરી વિશ્વના સૌથી તીખાં મરચા સ્વરુપે થાય છે. આ માટે તેના નામે રેકોર્ડ પણ છે.

આ મરચાનું ફક્ત એક બટકું ખાઈને કાનમાંથી ધુમાડો નીકળી જાય, તેટલું તીખું હોય છે.

ભૂત જોલોકિયાને GI ટેગ પણ મળ્યો છે. તેની ખેતી ફક્ત ભારતમાં જ થાય છે.

ફક્ત નાગાલેન્ડમાં જ ખેડૂતો ભૂત જોલોકિયાની ખેતી કરે છે. કેમ કે અહીંનું વાતાવરણ જ તેને યોગ્ય છે.

ભૂત જોલોકિયાનું નામ તેની તીખાશ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.

ભૂત જોલોકિયામાં તીખાશનું સ્ત 10,41,427 SHU મળ્યું છે. જ્યારે અન્ય મરચામાં આ સ્તર 2500-5000 SHU વચ્ચે હોય છે.

હાલ ઓનલાઈન શોપિંગ સાઇટ અમેઝોન પર 100 ગ્રામ ભૂત જોલોકિયાની કિંમત 698 રુપિયા છે.

જો આ રીતે એક કિલો ભૂત જોલોકિયાની કિંમત ગણવામાં આવે તો તેના માટે 6980 રુપિયા ખર્ચ કરવા પડે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.