આ કંપનીએ કરી સ્ટોક સ્પ્લિટની જાહેરાત, 1 શેરના 10 શેર બનશે

અમે વાત કરી રહ્યા છીએ wpil ltdની. આ કંપનીના શેરના ટુકડાં થઈ જશે. આવો વિગતમાં જાણીએ.

કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 1 શેરને 10 હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવશે.

કંપનીએ આ સ્ટોક સ્પ્લિટ માટે 12 જુલાઈ 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એટલે કે, આ દિવસે કંપનીના શેરનું વિભાજન થઈ જશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

 જે પણ રોકાણકારો સ્ટોક સ્પ્લિટનો ફાયદો ઉઠાવવા માંગે છે, તેમણે રેકોર્ડ ડેટ પહેલા શેર ખરીદવા પડશે.

wpil ltd તરફથી રોકાણકારોને સમય-સમય પર ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. 

 કંપનીએ અંતિમ વખત ગત વર્ષે ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારે એક ડિવિડન્ડ ડેટ 13 નવેમ્બર 2023 હતી. તે સમયે રોકાણકારોને 1 શેર પર 20 રૂપિયાનો ફાયદો થયો હતો.

જુલાઈમાં કંપની એક્સ ડિવિડન્ડ તરીકે ટ્રેડ થઈ હતી. ત્યારે પણ રોકાણકારોને 1 શેર પર 20 રૂપિયા નફો થયો હતો.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.