52 સપ્તાહની હાઈ પર યસ બેંકનો શેર, હવે વેચવો-ખરીદવો કે હોલ્ડ કરવું?

ગત 5 વર્ષોમાં રોકાણકારોના 59 હજાર કરોડ ડૂબાવનારા યસ બેંકના શેર પર હવે એક્સપર્ટને આશાની કિરણ દેખાઈ રહી છે. 

તેના શેર આજે બહુ લાંબા સમય બાદ 23 રૂપિયાના સ્તર પર પહોંચ્યા છે. જ્યારે માર્કેટ એક્સપર્ટ પ્રકાશ ગાબાના પ્રમાણે, લાંબાગાળામાં તે ચાર ગણા સુધી રિટર્ન આપી શકે છે. 

આજની વાત કરીએ તો શેર બીએસઈ ઈન્ટ્રા-ડેમાં 4.88 ટકા ઉછળીને 23 રૂપિયા પર પહોંચી ગયો છે, જે 1 વર્ષની હાઈ છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

આ શેરે 22.9 રૂપિયાનું રેજિસ્ટેન્સ તોડી દીધું છે, જેના કારણે શેરમાં તેજીની શક્યતા છે. 

ડાઉનસાઈડની વાત કરીએ તો તેને 21.5 રૂપિયા, 21.1 રૂપિયા અને પછી 20.8 રૂપિયા પર સપોર્ટ મળી રહ્યો છે. 

એક્સપર્ટ પ્રકાશ ગાબાના પ્રમાણે, આમાં રૂપિયા નીકળવાની જગ્યાએ જો લોન્ગ ટર્મ સુધી ટકી રહીએ તો મલ્ટીબેગર રિટર્ન મળી શકે છે. 

પ્રકાશ ગાબાના પ્રમાણે, યસ બેંક પાંચ વર્ષ 100 રૂપિયાના સ્તરને પાર કરી શકે છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.