સ્નાયુઓના રાહત માટેના આસન: એક હાથને ગળાની એક બાજુ રાખીને માથું એક બાજુ વાળવાનું છે, જેનાથી ગરદનની એક બાજુના સ્નાયુઓ ખેંચાશે અને રાહત આપશે.
બીજી તરફ પણ આ જ રીતે કરવાનું. ગરદન અને ખભાના સ્નાયુઓને રાહત આપશે.
ભૂનમન વજ્રાસન: પદ્માસનની સ્થિતિમાં બેસીને બંને હાથને પાછળ કરીને કપાળને આગળની તરફ ઝૂકાવીને જમીન પર અડાડવાનું હોય છે.
પછી પાછળ વાળેલા હાથ અને લોક કરીને ઉપરની તરફ જેટલું બને એટલું ખેંચવાનો પ્રયત્ન કરો. પછી એકદમ ધીમે રહીને હાથ નીચે કરીને ધીમેથી માથું પર કરીને પદ્માસનની સ્થિતિમાં બેસીને રિલેક્સ થવું.
આ આસન કરવાથી પેટના સ્નાયુ, હાથના સ્નાયુ અને ખભાના સ્નાયુઓને ખેંચાણ થશે અને રાહત અનુભવાશે.
આ ત્રણેય યોગાસન તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો, અથવા ઓફિસમાં પણ પ્રેક્ટિસ કરી શકો તેવા જ છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...