ડેકોરેટિવ છોડથી આ રીતે સજાવો ઘર
કોરોના બાદ સુરત શહેરમાં ટેરેસ ગાર્ડનિંગ અને કિચન ગાર્ડનિંગનો ક્રેઝ વધ્યો છે.
સુરતમાં ઘણાં લોકો પોતાના ઘરની બાલ્કનીમાં અને ટેરેસમાં ગાર્ડનિંગ કરી અનેક શાકભાજી અને ફળો પોતાના ઘરે ઉગાડે છે.
સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય અનુપમા દેસાઈ છેલ્લા 15થી વધારે વર્ષથી કિચન ગાર્ડનિંગ કરે છે.
તેઓ ઘરમાં જ 15 થી વધુ જાતના ફળ અને 15 થી વધુ જાતના શાકભાજીઓ સીઝન પ્રમાણે ઉગાડીને પોતાના ઘરમાં વાપરે છે.
પરંતુ આ સાથે તે વિશેષ કાર્ય એ પણ કરે છે કે તે પોતાના ઘરને કોઈક મોંઘી સુશોભિત વસ્તુથી નહીં પરંતુ છોડથી સજાવે છે.
અનુપમા દેસાઈના ઘરને જોતા કુદરતી સૌંદર્યની અનુભૂતિ થાય છે.
ઘરના લિવિંગ રૂમ કિચન અને બેડરૂમમાં પણ દરેક જગ્યાએ અલગ અલગ જાતના પ્લાન્ટેશન જોવા મળે છે.
તેમના ઘરની અંદર જ 200 થી વધુ નાના-મોટા છોડ જોવા મળે છે.
ઘરના આંતરિક સુશોભન માટે તેમણે એવા જ પ્લાન્ટ પસંદ કર્યા છે.
જે ઘરની અંદર પણ લીલાછમ રહી શકે. આ પ્લાન્ટને થોડી ઘણી હવા ઉજાસ મળી રહે તે માટે પણ તેમણે ઘણી સારી વ્યવસ્થા કરી છે.
ઘરના ટેરેસ અને બાલ્કની માટે તેમણે જાણે ખેતર જ બનાવ્યું છે.
તેમને આખા ઘરમાં 3,000 થી વધુ પ્લાન્ટેશન કર્યા છે.
તેમણે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ઇન્ડોર અને આઉટડોર પ્લાન્ટની જાણકારી મેળવીને ઘરની અંદર અને બહાર એમ બંને બાજુથી લીલુંછમ રાખ્યું છે.
ઘરની અંદર તેમણે મનીવેલ, બોગનવેલ,સતાવડી, અલગ અલગ જાતના કેટર્સ, સેંટ જ્યોર્જ, એમ અનેક જાતના છોડથી ઘરને સુશોભિત કર્યું છે.
સુશોભનના છોડ રાખવાથી આજુબાજુની હવામાં પણ સુધારો થાય છે જે તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
આ સિવાય છોડ ઘરના વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક રહે છે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં પણ ઘણું અસર કરે છે.
અનુપમા દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં કિચન ગાર્ડનીનો કોર્સ કરીને હું છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી અને ફળો તો ઘરમાં જ ગાર્નીંગ કરીને મેળવી રહી છું.
પરંતુ ગાર્ડનમાં ઊંડો રસ જાગતા ધીરે ધીરે ઇન્ડોર પ્લાન્ટ વિશે પણ જાણકારી મેળવીને ઘરની અંદર પણ પ્લાન્ટેશન શરૂ કર્યું.
ઘરમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુ જ્યારે તૂટી જાય છે કે તેનો વપરાશ થતો નથી તેવી દરેક વસ્તુનો ઉપયોગ કરીને ઘરમાં અલગ અલગ છોડ લાવી ઘરને સજાવું છું.
તૂટેલા કપ રકાબી પ્લાસ્ટિકના ડબ્બા અને બીજી અનેક વસ્તુને ડેકોરેશન કરીને તેમાં અલગ અલગ છોડ રોપુ છું.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...