તમે પણ ટાઇમ્સ સ્ક્વેર પર તમારા ફોટા અને વીડિયોની આપી શકો છો એડ, જાણી લો રીત
અમેરિકાનું ન્યુયોર્ક ઘણા લોકો માટે સપનાનું શહેર છે. તમે અહીંના લોકપ્રિય ટાઇમ્સ સ્ક્વેર વિશે ઘણી વાર સાંભળ્યું હશે. તમને ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર માત્ર જાહેરાતો જોવા મળશે.
ટાઈમ્સ સ્ક્વેર આજથી નહિ પરંતુ ઘણા વર્ષોથી જાહેરાતોનું કેન્દ્ર રહ્યું છે. તેની શરૂઆત 1880માં થઈ હતી અને આજે આ જગ્યા જાહેરાતોથી ભરેલી જોવા મળે છે.
અહીં તમને ઘણી કંપનીઓની જાહેરાતો જોવા મળશે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું તેઓ તેમની જાહેરાત પણ અહીં મૂકી શકશે.
તમે તમારી જાહેરાતને ટાઇમ્સ સ્ક્વેર પર ખૂબ જ સરળતાથી મૂકી શકો છો. એક એપ તમને આ સુવિધા આપે છે. તમે ભારતમાં બેસીને પણ તમારી જાહેરાત ન્યૂયોર્કમાં મુકી શકો છો.
અમે TSX એપ વિશે વાત કરી રહ્યા છીએ, જે Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપની મદદથી તમે તમારો 15 સેકન્ડનો વીડિયો ટાઇમ્સ સ્ક્વેર પર પ્લે કરી શકો છો.
તમારે 15 સેકન્ડ માટે જાહેરાત માટે $40 ખર્ચવા પડશે. આ માટે તમારે TSX એપ પર જઈને તમારો વીડિયો શેડ્યૂલ કરવાનો રહેશે.
આ પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા પછી, AI અને TSX એક્ઝિક્યુટિવ કોન્ટેન્ટને રિવ્યું કરે છે. જો કોન્ટેન્ટ એપ્લિકેશનના તમામ નિયમોનું પાલન કરે છે, તો તે પાસ થાય છે.
એટલે કે આ કોન્ટેન્ટ ટાઇમ્સ સ્ક્વેર પર ચલાવવામાં આવશે. આ પ્લેટફોર્મની મદદથી, તમે અશ્લીલ, હિંસક અને વાંધાજનક કોન્ટેન્ટની જાહેરાતો ચલાવી શકતા નથી.