અમદાવાદ હાટમાં મેળવો કચ્છની અદ્ભૂત કળા

કચ્છનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે પરંપરાગત અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. 

જે કાછી, ઢેબરીયા, રબારી, સોઢા, રાજપૂત, મુતવા, જત, સિંધી, મેમણ, આહિર સમાજની મહિલા બનાવે છે. 

મહિલાઓ સોઈ-દોરા વડે તેમના પરંપરાગત હસ્તકળાથી વિવિધ રંગો અને ડિઝાઈનના વસ્ત્રો સાથે અન્ય ચીજવસ્તુઓ બનાવે છે. 

ત્યારે કચ્છની પ્રખ્યાત હસ્તકળા એવું મુતવા વર્ક હવે અમદાવાદ હાટમાં જોવા મળી રહ્યું છે.

કચ્છનું મુતવા વર્ક જે દેશની લુપ્ત થતી હસ્તકળા છે. જે ફક્તને ફક્ત કચ્છના બન્નીમાં જોવા મળે છે.

તેના સિવાય બીજે ક્યાંય આ પ્રકારનું વર્ક જોવા મળતું નથી. 

આ વર્ક બીજા અન્ય હસ્તકળા કરતા સૌથી બારીક વર્કમાનું એક વર્ક ગણી શકાય છે.

મુતવા વર્ક ખાસ કોટનના કાપડ પર જોવા મળે છે. આ વર્ક કરતા કારીગરો પણ બહુ ઓછા છે.

મુતવા વર્ક માટે ફેબ્રિક કોટનનું કાપડ લઈ તેના પર અલગ અલગ ડિઝાઈનમાં પેપર પ્રિન્ટ કરવામાં આવે છે.

ત્યારબાદ કારીગરો તેના પર સોય-દોરા વડે બારીક ભરત ભરે છે. 

આ સાથે તેમાં નાના નાના મિરર પણ લગાડવામાં આવે છે. જેમાંથી સાડી, બ્લાઉઝ, કોટી, દુપટ્ટા વગેરે તૈયાર કરવામાં આવે છે.

રબુઅલી મુતવા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ કચ્છ-ભુજના વતની છે.

તેઓ ભારતની લુપ્ત થતી હસ્તકળા એવા મુતવા વર્ક માટે જાણીતા છે. તેમની પાસે સાડી, દુપટ્ટા, બ્લાઉઝ, પેચીસ વગેરે વસ્ત્રો જોવા મળે છે.

ખાસ વાત એ છે કે આ મુતવા વર્કમાં પણ અલગ અલગ પ્રકાર આવે છે. જેમ કે પાકો, ખારેક, હરમજી, જાત વગેરે છે.

મુતવા વર્કથી બનેલા બ્લાઉઝની કિંમત 2000 થી 5000, સાડીની કિંમત 10,000 થી 50,000 છે.

દુપટ્ટાની કિંમત 2000 થી 8000 તથા પેચીસની કિંમત 200 થી 600 રૂપિયા સુધીની છે.

દુપટ્ટાની કિંમત 2000 થી 8000 તથા પેચીસની કિંમત 200 થી 600 રૂપિયા સુધીની છે.

તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ તૈયાર પણ કરી આપવામાં આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો