આ મેકિંગ બિઝનેસમાંથી તમે લાખોની કરી શકો છો કમાણી

જો તમે ઓછા ખર્ચે તમારો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો

આજે અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ. તમે તેને ઓછા ખર્ચે શરૂ કરી શકો છો.

આ પેપર સ્ટ્રો બનાવવા (Paper Straw Making) નો બિઝનેસ છે

બજારમાં કાગળના સ્ટ્રોની વધતી માંગને કારણે તેનું ઉત્પાદન એક મોટો વ્યવસાય બની રહ્યો છે

એવામાં Paper Straw બનાવવાનો બિઝનેસ વધુ સારો વિકલ્પ બની શકે છે. આનાથી તમે લાખોની કમાણી કરી શકો છો

ભારત સરકારે 1 જુલાઈ, 2022 થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે બજારમાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ ગાયબ થઈ રહી છે

સરકારના આ નિર્ણયથી પ્લાસ્ટિક સ્ટ્રોની જગ્યાએ કાગળના સ્ટ્રોને મંજૂરી આપવામાં આવી છે

બિઝનેસ શરૂ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે

પેપર સ્ટ્રો મેકિંગ બિઝનેસની પ્રોજેક્ટ કોસ્ટ 19.44 લાખ રૂપિયા છે. તેમાંથી તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 1.94 લાખ રૂપિયા જ ખર્ચવા પડશે

આ બિઝનેસ 5 થી 6 મહિનામાં શરૂ થશે. બિઝનેસ શરૂ કરવા માટે તમે PM મુદ્રા લોન સ્કીમમાંથી લોન પણ લઈ શકો છો

કોઈપણ હોટેલમાં કોલ્ડ ડ્રિંક, નારિયેળ પાણી, લસ્સી કે અન્ય કોઈ પીણું પીતા હોવ તો તેના માટે સ્ટ્રોનો ઉપયોગ કરવામાં આવે છે

પેપર સ્ટ્રો બનાવવા માટે ફૂડ ગ્રેડ પેપર, ફૂડ ગ્રેડ ગમ પાવડર અને પેકેજીંગ મટીરીયલ જરૂરી છે

આ સિવાય પેપર સ્ટ્રો બનાવવાનું મશીન જરૂરી છે જેની કિંમત લગભગ 9,00,000 રૂપિયા છે

પેપર સ્ટ્રો બનાવવાના બિઝનેસમાં લાખોમાં કમાણી થઈ શકે છે