માત્ર 3 રૂપિયા ખર્ચીને બેંક લોકરમાં સુરક્ષિત રાખી શકો તમારો સામાન

વર્તમાનમાં બેંક લોકરમાં રાખેલી નોટોને ઉંધઈ લાગવાનો મામલો ઉદયપુરમાં સામે આવ્યો છે. આવો કિસ્સો આવવાથી ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મોટાભાગના સામાન્ય લોકો, કંપનીઓ, પાર્ટનરશિપ ફર્મ, લિમિટેડ કંપનીઓ, એસોસિએશન અને ક્લબ બેંક લોકરની સેવા આપે છે. આમાં ગોલ્ડ-ડાયમંડ જ્વેલરી, રૂપિયા, જરૂરી દસ્તાવેજો વગેરે રાખે છે.

SBIની વેબસાઈટ અનુસાર, બેંક લોકર રિવાઈઝ નિયમોના અનુસાર, બેંક લોકરનો ઉપયોગ માટે વેલિડ કામો માટે જ કરી શકાય છે. 

MORE  NEWS...

નવલા નોરતે તિજોરી ભરવાનો મોકો! Tata સહિતના આ 5 શેર આપશે 45% રિટર્ન

3-4 મહિનામાં લખપતિ બનવું હોય તો આ ખેતી જ કરાય, 2 વીઘા જમીનમાં જ 10 લાખ રૂપિયાની કમાણી થઈ જશે

રજિસ્ટ્રી કરાવી હશે તો પણ હાથમાંથી જતી રહેશે પ્રોપર્ટી, આ દસ્તાવેજ વગર ગમે ત્યારે રસ્તા પર આવી જશો

PNBના લોકર કરાર અનુસાર, રસાયણ, હથિયાર, વિસ્ફોટક, ખરાબ થનારી વસ્તુ, નશીલા પદાર્થ અને એવી અન્ય ખતરનાક, ગેરકાયદેસર વસ્તુઓ સુરક્ષિત બેંક લોકરમાં રાખવાની પરવાનગી નથી.

કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ અનુસાર, તમે ઉધઈથી કાગળ કે અન્ય વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે એર-ટાઈટ પ્લાસ્ટિક બેગ કે પાઉચનો ઉપયોગ કરી શકો છો.

હાલ માર્કેટમાં 200થી 250 રૂપિયામાં એર-ટાઈટ પ્લાસ્ટિક પાઉચના 100 પીસ સરળતાથી મળી જાય છે. જે મુજબ 1 પીસની કિંમત અઢી રૂપિયા જેટલી ગણી શકાય.

દસ્તાવેજો, જન્મનું પ્રમાણપત્ર, સેવિંગ બોન્ડ, વીમા પોલિસી, અન્ય ખાનગી વસ્તુઓ જેને સુરક્ષિત રાખવાની આવશ્યકતા હોય તેને લોકરમાં રાખી શકો છો.

જો બેંકના કર્મચારીની બેદરકારી, ચૂક કે છેતરપિંડીના કારણે લોકરમાં નુકસાન આવ્યું તો બેંક લોકર ભાડા 100 ગણા વળતર આપવા માટે જવાબદાર હશે. એટલે કે જો લોકર ભાડુ 2000 રૂપિયા છે, તો બેંકે 2000 રૂપિયાના 100 ગણા એટલે કે 2,00,000 ચૂકવશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.